'ભલ્લાલદેવ' સાથે હતું આ એક્ટ્રેસનું અફેર, બિઝનેસમેન સાથે તૂટી હતી સગાઈ

એક્ટ્રેસ તૃષા ક્રિશ્નનનો જન્મ 4 મે, 1983ના દિવસે તામિલનાડુના ચેન્નાઈ ખાતે થયો હતો

'ભલ્લાલદેવ' સાથે હતું આ એક્ટ્રેસનું અફેર, બિઝનેસમેન સાથે તૂટી હતી સગાઈ

મુંબઈ : એક્ટ્રેસ તૃષા ક્રિશ્નનનો જન્મ 4 મે, 1983ના દિવસે તામિલનાડુના ચેન્નાઈ ખાતે થયો હતો. તૃષા મોટાભાગે સાઉથ ઇન્ડિયાની ફિલ્મમાં સક્રિય રહી છે. આ સિવાય તેણે બોલિવૂડની ફિલ્મમાં પણ કામ કર્યું છે. તૃષા મોટાભાગે તામિલ અને તેલુગુ ફિલ્મમાં જોવા મળી છે અને તેણે બોલિવૂડની એક જ ફિલ્મ ખટ્ટા-મીઠામાં કામ કર્યું છે. આ ફિલ્મમાં તેનો હીરો અક્ષયકુમાર હતો. 

Trisha Krishnan to tie knot with industrialist

ગયા વર્ષે તૃષા એક મોટા વિવાદમાં ફસાઈ હતી. આ સમયે એક સેલિબ્રિટી પાર્ટીની તસવીર લીક થઈ હતી જેમાં ધનુષ સિવાય તૃષા અને રામ્યા કૃષ્ણન પણ શામેલ હતી. તૃષાની પર્સનલ લાઇફની વાત કરીએ તો તેના રોમાન્સની અફવા બાહુબલી ફેમ એક્ટર ભલ્લાલદેવ એટલે કે રાણા દુગ્ગુબાતી સાથે હતી. તેની સગાઈ 2015ના જાન્યુઆરી મહિનામાં બિઝનેસમેન વરૂણ મનિયન સાથે થઈ હતી પણ જોકે મે મહિનામાં બંનેની સગાઈ તુટી પણ ગઈ હતી. 

પોતાની કરિયરમાં તૃષા અત્યાર સુધી કુલ 4 સાઉથ ફિલ્મફેર એવોર્ડ જીતી ચૂકી છે. આ સિવાય તે એક નંદી અવોર્ડ તેમજ એક ઇન્ટરનેશનલ સાઉથ ફિલ્મ અવોર્ડ પણ જીત્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news