બાહુબલી પ્રભાસ કોની સાથે લગ્ન કરવાનો છે? કોણ છે તે અને શું છે હકીકત? જાણો

બાહુબલીના ચાહકોને પ્રભાસની કેમેસ્ટ્રી અનુષ્કા શેટ્ટીની એટલી પસંદ આવી હતી

બાહુબલી પ્રભાસ કોની સાથે લગ્ન કરવાનો છે? કોણ છે તે અને શું છે હકીકત? જાણો

મુંબઇઃ બાહુબલીમાં એક્ટિંગ કરીને રાતોરાત જબરદસ્ત સફળતા મેળવનાર સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ ટુંક સમયમાં ચિરંજીવીની ભત્રીજી નિહારકા સાથે લગ્ન કરી લેવાનો છે એવી જોરદાર ચર્ચા ચાલી છે. 24 વર્ષીય નિહારિકા એક એક્ટર અને પ્રોડ્યૂસર છે. તે એક્ટર-પ્રોડ્યૂસર નાગેન્દ્ર બાબુની પુત્રી અને તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીની ભત્રીજી છે. નિહારિકાએ પોતાની કેરિયરની શરૂઆત વર્ષ 2016માં કરી હતી. નિહારિકા તેલુગુ ડાન્સ રિયાલિટી શોના હોસ્ટની જવાબદારી પણ નિભાવી ચૂકી છે. 

ચિરંજીવીએ કરી સ્પષ્ટતા
પ્રભાસ અને નિહારિકા લગ્ન કરવાના છે એવી ચર્ચા વિશે ચિરંજીવીએ પોતે સામે આવીને આ વાતને રદિયો આપ્યો છે. ચિરંજીવીએ એક સત્તાવાર નિવેદન આપતા કહ્યું કે, પ્રભાસ અને નિહારિકાના લગ્નના સમાચાર માત્ર એક અફવા છે અને આવી ખોટી વાતો બંધ થવી જોઇએ. અત્યારે પ્રભાસ ફિલ્મ સાહોના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે શ્રદ્ધા કપૂર કામ કરી રહી છે. 

What! Prabhas going to marry Chiranjeevi’s niece, Niharika?

અનુષ્કા સાથે અફેરની ચર્ચા
બાહુબલીના ચાહકોને પ્રભાસની કેમેસ્ટ્રી અનુષ્કા શેટ્ટીની એટલી પસંદ આવી હતી કે તેમણે એક્ટ્રેસની સાથે લગ્ન કરવાનું સૂચન કર્યુ હતુ. થોડા સમય પહેલા જ પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીના અફેરની ચર્ચા આવી હતી. આ સમયે પ્રભાસે કહ્યુ કે તે હાલમાં લગ્ન નહી કરે. જોકે છેલ્લા અમુક સમયથી પ્રભાસ અને અનુષ્કા સગાઈ કરવા જઈ રહ્યાં છે તેવી વાતો ફરતી થઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news