સામે આવ્યું 'સાહો'નું નવું પોસ્ટર, દમદાર અંદાજમાં જોવા મળ્યો 'બાહુબલી' પ્રભાસ

આગામી બિગ બજેટ ફિલ્મ સાહોનું બીજું દમદાર પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. તેમાં બાહુબલી પ્રભાસ એક્શન અવતારમાં ધૂમ મચાવી રહ્યો છે. 

સામે આવ્યું 'સાહો'નું નવું પોસ્ટર,  દમદાર અંદાજમાં જોવા મળ્યો 'બાહુબલી' પ્રભાસ

નવી દિલ્હીઃ ભારતીય સિનેમાનો ઈતિહાસ બદલનારી ફિલ્મ 'બાબુબલી'ના સ્ટાર પ્રભાસને લઈને લોકોમાં ઘણી દીવાનગી છે. હવે ટૂંક સમયમાં આપણો 'બાહુબલી' બિગ બજેટ એક્શન ફિલ્મ 'સાહો'માં જોવા મળશે. આ ફિલ્મને લઈને જેટલા ફેન્સ બકરાર છે તો પ્રભાસ પણ ઉત્સાહિત છે. હવે પ્રભાસે ફિલ્મનું બીજું પોસ્ટર રિલીઝ કરીને સનસની મચાવી દીધી છે. 

સોમવારે 'સાહો'ના નિર્માતાઓએ આ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. એક નવા પોસ્ટરમાં પ્રભાસ શાનદાર એક્શન મૂડમાં જોવા મળી રહ્યો છે. પ્રભાસના દીવાને ફેન્સ આ નવા લુકને ખુબ પસંદ કરી રહ્યાં છે. સામે આવતા આ પોસ્ટર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જુઓ આ પોસ્ટર.... 

મહત્વનું છે કે આ એક્શન ફિલ્મને સુજીતે ડાયરેક્ટ કરી છે. તો ભૂષણ કુમાર, કરણ જોહર, વી વામશી કૃષ્ણ રેડ્ડી અને પ્રમોદ ઉપ્પલપતિ આ બિગ બજેટ ફિલ્મના પ્રોડ્યૂસર છે. 

અત્યાર સુધી મેકર્સ દ્વારા આપવામાં આવેલી જાણકારી માનીએ તો આ ધમાકેદાર ફિલ્મ સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ પર રિલીઝ થવાની છે. તો આ દિવસે ફિલ્મની સામે બોલીવુડના ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગળ' અને જોન અબ્રાહમની ફિલ્મ 'બાટલા હાઉસ' પણ ટક્કર આપવા માટે રિલીઝ થઈ રહી છે. 

अक्षय नहीं इस 15 अगस्त पर छाएंगे प्रभास, रिलीज हुआ 'साहो' का नया POSTER

સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં પ્રભાસની વિરુદ્ધ શ્રદ્ધા કપૂર છે. આ સિવાય અરૂણ વિજય, સંપત રાજ, નીલ નિતિન મુકેશ, જૈકી શ્રોફ, મંદિરા બેદી જેવા કલાકારો દમરા ભૂમિકામાં જોવા મળશે. પ્રભાસની આ ફિલ્મ હિન્દી સહિત તમિલ, તેલુગૂ ભાષામાં પણ રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news