PM મોદીની બાયોપિકમાં આ એક્ટરને લાગી લોટરી, કરશે વિરોધીનો રોલ

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીમાં તેમના વિરોધીનું પાત્ર ભજવવા માટે અભિનેતા પ્રશાંત નારાયણનને પસંદ કરવામાં આવ્યા છે. ફિલ્મ સાથે જોડાયેલ એક સૂત્રએ જણાવ્યું કે, પ્રશાંત તેમાં વિરોધી પાત્ર ભજવશે. તેઓ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ આદિત્ય રેડ્ડીનું કાલ્પનિક પાત્ર ભજવી રહ્યા છે. તેમણે અમદાવાદમાં ફિલ્મની શુટિંગ શરૂ કરી છે. પ્રશાંત આ ફિલ્મથી ઘણા ખુશ છે.

PM મોદીની બાયોપિકમાં આ એક્ટરને લાગી લોટરી, કરશે વિરોધીનો રોલ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીમાં તેમના વિરોધીનું પાત્ર ભજવવા માટે અભિનેતા પ્રશાંત નારાયણનને પસંદ કરવામાં આવ્યા છે. ફિલ્મ સાથે જોડાયેલ એક સૂત્રએ જણાવ્યું કે, પ્રશાંત તેમાં વિરોધી પાત્ર ભજવશે. તેઓ દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ આદિત્ય રેડ્ડીનું કાલ્પનિક પાત્ર ભજવી રહ્યા છે. તેમણે અમદાવાદમાં ફિલ્મની શુટિંગ શરૂ કરી છે. પ્રશાંત આ ફિલ્મથી ઘણા ખુશ છે.

પ્રશાંતે એક નિવેદનમાં કહ્યું કે, મને આ પાત્ર આપવા અને મારા પર વિશ્વાસ કરવા માટે મુકેશ છાબડા અને સંદીપ સિંહનો હું આભારી છું. તે જીવનમાં એકવાર મળતી ઉપલબ્ધિ છે. હું ઉત્સાહિત છું. આ સેટ મારા માટે મોટા પરિવારની જેમ છે. તેના પર નિર્માતા સંદીપ સિંહે કહ્યું કે, મુકેશ છાબડાને લાગ્યું કે, પ્રશાંત સિંહ આ પાત્ર માટે યોગ્ય છે. અમે તેમના કામથી બહુ જ ખુશ છીએ. 

પીએમ મોદીની બાયોબિક ‘પીએમ નરેન્દ્ર મોદી’માં નરેન્દ્ર દામોદર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂઆત કરવાથી 2014ના લોકસભા ઈલેક્શન બાદ દેશના 14મા વડાપ્રધાન બનવા સુધીની સફર છે. તેનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ઓમંગ કુમાર કરી રહ્યા છે. હાલ ગુજરાતભરમાં તેનું શુટિંગ ચાલી રહ્યું છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news