હે રામ ! પ્રિયંકા અને નિક હજી આપવાના છે એક રિસેપ્શન, 'આ' હશે જગ્યા

પ્રિયંકા અને નિક લગ્ન પછી એક દિલ્હીમાં અને બે મુંબઈમાં એમ ત્રણ રિસેપ્શન આપી ચૂક્યા છે

હે રામ ! પ્રિયંકા અને નિક હજી આપવાના છે એક રિસેપ્શન, 'આ' હશે જગ્યા

મુંબઈ : બોલિવૂડના નવદંપતિ પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે 20 ડિસેમ્બરે મુંબઈમાં બોલિવૂડ માટે રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યુ હતું. નિક અને પ્રિયંકાનું મુંબઈમાં આ બીજું રિસેપ્શન હતું. આ પાર્ટીનું આયોજન મુંબઈની હોટલ લેન્ડ્સ એન્ડમાં કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડના સ્ટાર્સ પહોંચ્યા હતા. આ પાર્ટીમાં પ્રિયંકા અને નિક કોકટેલ લુકમાં જોવા મળ્યા હતા. આ પહેલાં 19 ડિસેમ્બર પ્રિયંકા અને નિકે મીડિયા તેમજ પરિવારજનો માટે જેડબલ્યુ મેરિયટમાં રિસેપ્શન રાખ્યું હતું. આ પહેલાં પ્રિયંકા અને નિક દિલ્હીમાં રિસેપ્શન રાખી ચૂક્યા છે. ભારતમાં ગ્રાંડ રિસેપ્શન આપ્યા બાદ પ્રિયંકા અને નિક ન્યૂ યોર્ક જવા રવાના થઈ ગયા છે. 

સમાચાર મળ્યા છે કે નિક અને પ્રિયંકા હવે લોસ એન્જલસમાં રિસેપ્શન પાર્ટી આપવાની તૈયારી કરી રહ્યા છે. આ રિસેપ્શન પાર્ટીમાં હોલિવૂડના મોટા એક્ટર્સ સામેલ થવાની શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકાની ટીમ માલેબુની આસપાસ જગ્યા શોધી રહી છે અને ટૂંક સમયમાં જ રિસેપ્શનનું વેન્યૂ નક્કી કરી દેવામાં આવશે. આ બ્લેક ટાઈ ઈવેન્ટ હશે. આ પાર્ટીમાં કેરી વોશિંગટન, ડ્વેન જોનસન અને મેગન માર્કલ જેવી હસ્તીઓ સામેલ થવાની શક્યતા છે. આ પાર્ટીમાં પ્રિયંકાના ફ્રેંડ્સ ઉપરાંત મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાંથી નિકના ફ્રેંડ્સ પણ સામેલ થશે. પાર્ટીમાં પરણીતિ ચોપરા પણ હાજરી આપે તેવી શક્યતા છે. રિપોર્ટ પ્રમાણે પ્રિયંકા તેમજ નિક સ્વિત્ઝરલેન્ડમાં હનીમૂન માટે જશે.

મુંબઈમાં પ્રિયંકાએ યોજેલા રિસેપ્શનમાં પ્રિયંકાના રિસેપ્શનમાં સલમાને હાજરી આપતા બધાને નવાઈ લાગી હતી કારણ કે પ્રિયંકાએ 'ભારત' છેલ્લી ઘડીએ છોડી દેતા સલમાન તેનાથી નારાજ થયો હોવાનો સમાચાર હતા. જોકે સલમાને રિસેપ્શનમાં હાજરી આપીને દરિયાદિલીનો પરિચય આપ્યો હતો. જોકે આ રિસેપ્શનમાં શાહિદ કપૂરની હાજરી ચર્ચાનો મુદ્દો બની હતી. હકીકતમાં શાહિદ અને પ્રિયંકાનું પ્રેમપ્રકરણ એક સમયે પુરબહારમાં ચાલ્યું હતું. જોકે પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. ગઈ કાલે પ્રિયંકાના રિસેપ્શનમાં શાહિદે પોતાની પત્ની મીરા સાથે હાજરી આપી હતી. માનવામાં આવતું હતું કે આ રિસેપ્શનમાં શાહિદ નહીં આવે પણ શાહિદે હાજરી આપીને બધાની બોલતી બંધ કરી દીધી હતી. આ લગ્નમાં પ્રિયંકાના એક અન્ય ભૂતપૂર્વ પ્રેમી હરમન બાવેજાએ પણ હાજરી આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news