Pushpa 2 Teaser: ફ્લાવર નહીં ફાયર છે પુષ્પા 2 નું ટીઝર, અલ્લુ અર્જુનનું તાંડવ જોઈ રુંવાડા થઈ જાશે ઉભા

Pushpa 2 Teaser: પુષ્પા 2 નું ટીઝર રિલીઝ થયાની સાથે જ વાયરલ થયું છે અને સોશિયલ મીડિયા પર ટ્રેંડ થઈ રહ્યું છે. અલ્લુ અર્જુનના ચાહકો આજે તેના સુપરસ્ટારના જન્મદિવસની સાથે પુષ્પા 2 ના ટીઝરને પણ માણી રહ્યા છે. 

Pushpa 2 Teaser: ફ્લાવર નહીં ફાયર છે પુષ્પા 2 નું ટીઝર, અલ્લુ અર્જુનનું તાંડવ જોઈ રુંવાડા થઈ જાશે ઉભા

Pushpa 2 Teaser: 8 એપ્રિલનો દિવસ અલ્લૂ અર્જુન અને પુષ્પા 2ની આતુરતાથી રાહ જોતા લોકો માટે ખાસ બની ગયો છે. અલ્લૂ અર્જુન 8 એપ્રિલે તેનો 42 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે અને આ દિવસે જ ફિલ્મ પુષ્પા 2 નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. અલ્લૂ અર્જુને ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી પહેલાથી જ જાણકારી શેર કરી દીધી હતી કે 8 એપ્રિલે પુષ્પા 2 નું ટીઝર રિલીઝ થવાનું છે. 

પુષ્પા 2 નું ટીઝર રિલીઝ થયાની સાથે જ વાયરલ થયું છે અને સોશિયલ મીડિયા પર ટ્રેંડ થઈ રહ્યું છે. અલ્લુ અર્જુનના ચાહકો આજે તેના સુપરસ્ટારના જન્મદિવસની સાથે પુષ્પા 2 ના ટીઝરને પણ માણી રહ્યા છે. 

પુષ્પા 2 ફિલ્મના ટીઝરમાં અલ્લૂ અર્જુન નવા જ અવતારમાં જોવા મળે છે. ટીઝરમાં તેણે સાડી પહેરી છે, ઘરેણા પહેર્યા છે અને મેકઅપ કર્યો છે. આ લુક જોઈને ચાહકો પણ આતુર થયા છે. 1 મિનિટ અને 8 સેકન્ડનું આ ટીઝર રુંવાડા ઊભા કરી દેશે. ફિલ્મના ટીઝરમાં અલ્લૂ અર્જુન જબરદસ્ત એક્શન કરતો જોવા મળે છે.

પુષ્પા 2 ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટે થિયેટર્સમાં રિલીઝ થવાની છે. અલ્લુ અર્જુન સાથે આ વખતે રશ્મિકા મંદાના જ ફીમેલ લીડમાં જોવા મળશે. ફિલ્મમાં ફહદ ફાસિલ વિલન તરીકે જોવા મળશે. આ બંને કલાકારોના લુકના પોસ્ટર પણ થોડા દિવસો પહેલા જ રિલીઝ કરી દેવામાં આવ્યા હતા. જો કે ફેન્સમાં ફિલ્મના પોસ્ટર જોયા પછી ટીઝર જોવાની આતુરતા વધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news