બોલીવુડના 'કાકા' પર બનશે બાયોપિક! લાખો હસીનાઓ જેની દિવાની હતી, જાણો કેવી હશે એ હીરોની કહાની

બોલીવુડના 'કાકા' પર બનશે બાયોપિક! લાખો હસીનાઓ જેની દિવાની હતી, જાણો કેવી હશે એ હીરોની કહાની

નવી દિલ્લીઃ ફિલ્મી દુનિયાના પહેલાં સુપરસ્ટાર એટલે કે, રાજેશ ખન્ના (Rajesh Khanna)ના જીવન પર ફિલ્મ બનાવવાનું એલાન થઈ ગયું છે. આ ફિલ્મ જાણીતા ફિલ્મ મેકર નિખિલ દ્વિવેદી બનાવી રહ્યા છે. છેલ્લા થોડા સમયથી બોલીવુડમાં લોકોના જીવન પર ફિલ્મો એટલે કે બાયોપિક બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે હવે ફિલ્મી દુનિયાના પહેલાં સુપરસ્ટાર એટલે કે રાજેશ ખન્નાના જીવન પર ફિલ્મ બનાવવાનું એલાન થઈ ગયું છે. 

ફિલ્મ મેકર નિખિલ દ્વિવેદીએ આ જાણકારી આપી છે. દેશના સૌથી આઈકોનિક સ્ટારના રૂપમાં પોતાનું સ્થાન બનાવનારા એક્ટર અને કાકાના નામથી મશહૂર રાજેશ ખન્નાના જીવનને પડદા પર બતાવવા માટે નિખિલ દ્વિવેદીને જવાબદારી મળી છે. નિખિલ દ્વિવેદીએ ગૌતમ ચિંતામણીનું પુસ્તક ડાર્ક સ્ટારઃ ધ લોનલનેસ ઓફ બીઈંગ રાજેશ ખન્નાના રાઈટ્સ મેળવી લીધા છે. આ પુસ્તક એક બેસ્ટ સેલર છે.

 

રાજેશ ખન્ના ભારતીય સિનેમાના એક એવા સુપરસ્ટાર હતા જેમને દર્શકો અને ફેન્સને ખુબ જ પ્રેમ આપ્યો.મહિલા ચાહકોમાં એવો ક્રેઝ હતો કે છોકરીઓ તેમને લોહીથી પત્ર લખતી અને તેમની તસવીરોથી લગ્ન કરતી. રાજેશ ખન્નાએ ડિમ્પલ કાપડિયા સાથે (માર્ચ 1973માં) લગ્ન કર્યા ત્યારે તેણે લાખો દિલો તોડી નાખ્યા. રાજેશે તેની શરૂઆત ચેતન આનંદની આખરી ખત (1966)થી કરી હતી. જતિન ખન્નાના નામ પર જન્મેલા, ઇન્ડસ્ટ્રીમાં લોકો અભિનેતાને કાકા કહીને બોલાવતા હતા.

જાણીતા નિર્દેશક ફરાહ ખાન આ ફિલ્મનું દિગ્દર્શન કરશે તેવા અહેવાલો છે. હવે ચાહકો રાહ જોઈ રહ્યા છે કે આખરે રાજેશ ખન્નાનું પાત્ર કોણ ભજવશે? એમાં કોઈ શંકા નથી કે કોઈપણ અભિનેતા માટે ભારતના એકમાત્ર સુપરસ્ટારની ભૂમિકા ભજવવી સરળ નહીં હોય. નિર્માતાઓએ ફિલ્મ માટે મુખ્ય અભિનેતાની શોધ શરૂ કરી દીધી છે.

 

આ ફિલ્મની જાહેરાત કરતાં નિખિલે કહ્યું, હા, મારી પાસે ગૌતમ ચિંતામણીના પુસ્તક ડાર્ક સ્ટારના રાઈટ્સ છે અને હું આ ફિલ્મ બનાવવા માટે ફરાહ ખાન સાથે વાતચીત કરી રહ્યો છું. હું હાલ માત્ર આટલી જ જાણકારી આપી શકું છું. જેવી જ ફિલ્મને લઈને કોઈ મોટી જાહેરાત થશે, હું ચોક્કસ તમારી સાથે શેર કરીશ. રાજેશ ખન્નાની જીવનચરિત્રને મોટા પડદા પર લાવવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. તે જ સમયે, ફરાહ ખાને આ વિશે કહ્યું, 'મેં ગૌતમનું પુસ્તક વાંચ્યું છે અને તે ખૂબ જ આકર્ષક છે. તે ચોક્કસપણે ખૂબ જ રોમાંચક વાર્તા છે. જો કે અમે હજી પણ આ અંગે વાતચીત કરી રહ્યા છીએ તેથી હું વધુ ટિપ્પણી કરી શકીશ નહીં.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news