રજનીકાંતની પુત્રી સૌંદર્યાના લગ્નની તૈયારી પૂરી, જુઓ પ્રી-વેડિંગ પાર્ટીના PICS

હાલમાં સૌંદર્યાએ ટ્વીટ કરીને તે વાતની જાણકારી આપી કે તે બીજા લગ્ન કરવા જઈ રહી છે. 
 

 રજનીકાંતની પુત્રી સૌંદર્યાના લગ્નની તૈયારી પૂરી, જુઓ પ્રી-વેડિંગ પાર્ટીના PICS

નવી દિલ્હીઃ સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી સૌંદર્ય રજનીકાંત 11 ફેબ્રુઆરીએ અભિનેતા-ઉદ્યોગપતિ વિશાગન વંનંગમુદ્દી સાથે લગ્ન કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્ન પહેલા પ્રી-વેડિંગ પાર્ટી રાખવામાં આવી, જે ચેન્નઇ સ્થિત રાઘવેન્દ્ર કલ્યાણ મંડપ્પમમાં આયોજીત કરવામાં આવી હતી. હવે આ પ્રી-વેડિંગ પાર્ટીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં સૌંદર્યા અને તેના ભાવી પતિ વિશાગનની જોડી ખૂબ જામી રહી છે. 

(ફોટો સાભાર: @baraju_SuperHit/Twitter)

હાલમાં સૌંદર્યાએ ટ્વીટ કરીને તે વાતની જાણકારી આપી હતી કે તે બીજા લગ્ન કરવા જઈ રહી છે, સૌંદર્યાએ આ પહેલા ઉદ્યોગપતિ અશ્વિન રામકુમાર સાથે 2010માં લગ્ન કર્યા હતા અને તેણે 2016માં છુટ્ટાછેડાની અરજી આપી અને અલગ થઈ ગયા હતા. તેને વેદ નામનો એક પુત્ર પણ છે. 

(ફોટો સાભાર: @baraju_SuperHit/Twitter)

મહત્વનું છે કે સૌંદર્યા રજનીકાંત અને આર અશ્વિનના ગત વર્ષે છુટ્ટાછેડા થઈ ગયા હતા. સુપરસ્ટાર રજનીકાંતની પુત્રી સૌંદર્યાએ 2016માં છુટાછેડા માટે કોર્ટમાં અરજી કરી હતી. તેના લગ્નના સાત વર્ષ થઈ ગયા હતા અને 2017માં બંન્ને સહમતિથી જુદા થયા હતા. 

(ફોટો સાભાર: @baraju_SuperHit/Twitter)

થોડા સમય પહેલા પોતાના લગ્ન વિશે સૌંદર્યાએ કહ્યું હતું, ધનુષ અને મારા પિતાની લાઇફસ્ટાઇલ એક જેવી છે. મારી બહેનને લગ્નમાં કોઈ સમસ્યા ન થઈ પરંતુ મારે ત્રણ વર્ષ બાદ ઘણી મુશ્કેલી આવી રહી હતી અને હું અત્યાર સુધી ઘણુ સેટ કરી રહી હતી કારણ કે અશ્વિનની લાઇફસ્ટાઇક અકદમ અલગ છે. 

(ફોટો સાભાર: @Bangalore_DFC/Twitter)

જાણવા મળ્યું કે, બંન્ને પરિવારે આ લગ્નને બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સૌંદર્યા ન માની અને તેણે અલગ છવા માટે મન બનાવી લીધું હતું. 
ગ્રાફિક્સ ડિઝાઇનર તરીકે પોતાનું કરિયર શરૂ કરનારી સૌંદર્યાએ બાબ, મજા, સંદાકોઝી અને શિવાજી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તો વિશાગને 2018માં તમિલ ફિલ્મ વંજાગર અલાગમની સાથે અભિયન કરિયરની શરૂઆત કરી હતી. 

(ફોટો સાભાર: @Bangalore_DFC/Twitter)

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 35 વર્ષના અભિનેતા વિશાગનના પણ આ બીજા લગ્ન છે. આ પહેલા તેણે એક મેગેઝિન એડિટર કનિખા કુમારન સાથે લગ્ન કર્યાં હતા, પરંતુ આ સંબંધ વધુ દિવસો ન ચાલ્યો. આ દિવસોમાં કનિખા પ્રોડ્યુસર વરૂણ મનિયનની પત્ની છે. વિશાગન એક દવા કંપનીનો માલિક છે. તેના ભાઈ એસએસ પોનમુડી તમિલનાડુની જાણીતી રાજકીય પાર્ટી ડીએમકેના મોટા નેતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news