પ્રેસ કોન્ફરન્સ કરીને રાખીએ તનુશ્રી પર લગાવ્યો સનસનીખેજ આરોપ

પ્રેસ કોન્ફરન્સ કરીને રાખીએ તનુશ્રી પર લગાવ્યો સનસનીખેજ આરોપ

રાખી સાવંતે અડધી રાત્રે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવનારી અભિનેત્રી તનુશ્રી પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાખીએ કહ્યું કે, તનુશ્રી લેસ્બિયન છે અને તેણે મારો બળાત્કાર કર્યો છે. તે મીડિયાનો ઉપયોગ કરી રહી છે. તેણે રાખી સાવંતને ટાર્ગેટ કરી છે. જગ્યા બતાવું? તમે આગળ આવો અને જણાવો કે તમે મારો બળાત્કાર નથી કર્યો. 

રાખીએ કહ્યું કે, તનુશ્રીએ એક પુરુષ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો, પણ શું તેણે ખુદે મારું યૌન શોષણ કર્યું તેનો ખુલાસો કર્યો છે. રાખીએ જણાવ્યું કે, તનુશ્રીને આ આરોપ માટે ઘણા રૂપિયા મળ્યાં છે. રાખીએ અનુ મલિક, નાના પાટેકરનો બચાવ કરતા કહ્યું કે, આ લોકો મહિલાઓની ઈજ્જત કરનારા લોકો છે. 

રાખીએ કહ્યું કે, મને આ બધુ બોલવામાં તકલીફ થઈ રહી છે. પરંતુ મારી સાથે અત્યાચાર થયો છે. રાખીએ કહ્યું કે, મારા બળાત્કારના મારી પાસે સબૂત છે. કોર્ટમાં રજૂ થતા પહેલા હું તેને મીડિયામાં આપીશ. તનુશ્રી પર આરોપ લગાવતા રાખીએ કહ્યું કે, તેની અંદર એક યુવક છુપાયેલો છે. તે મને રેવ પાર્ટીમાં લઈ જતી હતી. ત્યાં તે નશીલા પદાર્થો લેતી હતી. તેણે મને જબરદસ્તી બધું પીવડાવ્યું. રાખીએ જણાવ્યું કે, હું આ કોન્ફરન્સમાં સાડી પહેરીને એટલા માટે આવી છું, કેમ કે સાડી પહેનારી સ્ત્રીઓને દેવી સમજવામાં આવે છે. હું સત્ય બોલી રહી છું અને આશા કરું છું કે, લોકો મારી આ વાત પર વિશ્વાસ કરે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news