ઇરફાન ખાન પછી રણબીર કપૂર પડ્યો બીમાર, થઈ 'આ' બીમારી
બોલિવૂડ સ્ટાર્સ માટે આ વર્ષ ભારે હોય એમ લાગે છે
Trending Photos
મુંબઈ : બોલિવૂડ સ્ટાર્સ માટે આ વર્ષ ભારે હોય એમ લાગે છે. પહેલાં શ્રીદેવીનું નિધન થયું હતું અને પછી ઇરફાન ખાનને ન્યૂરોઇંડોક્રાઇન નામની બીમારી થઈ હોવાની માહિતી સામે આવી હતી. હવે ખબર પડી છે કે રણબીર કપૂરને ટાઇફોઇડ થઈ ગયો છે. રણબીર હાલમાં જ પોતાની ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શેડ્યુલ આટોપીને આ્યો છે. લાગે છે કે રણબીરના જીવનમાં કંઈ ઠીકઠાક નથી.
ટાઇફોઇડને કારણે રણબીરે દવા ખાવી પડશે અને ડાયટનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે. આ તમામ વાતની અસર તેના ગ્રોથ પર પડશે. આ બીમારીને કારણે રણબીરે શબાના આઝમીની એનજીઓ 'મિજવાન' દ્વારા આયોજિત ફેશન શો પણ છોડવો પડશે.
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણનો એક ફેશન શો માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો. જોકે છેલ્લી ઘડીએ બંને સ્ટાર્સની તબિયત એક સાથે ખરાબ થઇ ગઇ હતી જેને કારણે આ પ્રોગ્રામ કેન્સલ કરી દેવામાં આવ્યો હતો. પિંકવિલામાં આવેલા સમાચાર પ્રમાણે ખબર પ્રમાણે, બંને સ્ટાર્સની તબિયત નાદુરસ્ત હોવાનાં કારણે તેમને શોનો ભાગ બનવાની ના પાડી દીધી હતી. જોકે બંનેનાં ઇન્કાર પાછળ એવી વાતો હતી કે તેઓ એકબીજાને ટાળી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે