કરિશ્મા કપૂરના બીજા લગ્નના સવાલ પર પિતા રણધીર કપૂરે કહ્યું કે ...

હાલમાં કરિશ્મા અને સંદીપ તોશનીવાલના સંબંધો ચર્ચાસ્પદ બન્યા છે

કરિશ્મા કપૂરના બીજા લગ્નના સવાલ પર પિતા રણધીર કપૂરે કહ્યું કે ...

મુંબઈ : બોલિવૂડમાં આજકાલ એક્ટ્રેસ કરિશ્મા કપૂર અને સંદીપ તોશનીવાલનું અફેર ચર્ચાસ્પદ બન્યું છે અને એવો અંદાજ પ્રવર્તી રહ્યો છે કે કરિશ્મા બહુ જલ્દી સંદીપ સાથે લગ્ન કરી શકે છે. જોકે, હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે કરિશ્માના પિતા રણધીર કપૂરે દીકરી કરિશ્માના બીજા લગ્ન વિશે કેટલીક સ્પષ્ટતા કરી છે.  કરિશ્માના લગ્ન્ 29 સપ્ટેમ્બર, 2003ના દિવસે બિઝનેસમેન સંજય કપૂર સાથે થયા હતા પણ 2016માં તેમના ડિવોર્સ થઈ ગયા હતા. 

DNAને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રણધીર કપૂરે કહ્યું છે કે હાલમાં કરિશ્માના લગ્નને લઈને અફવા ચાલી રહી છે. આ વાત એકદમ ખોટી છે. હું પણ ઇચ્છું છું કે કરિશ્મા ફરી પોતાનું ઘર વસાવી લે પણ હમણાં તેનો લગ્ન કરવાનો કોઈ ઇરાદો નથી. હાલમાં તેનું ધ્યાન માત્ર પોતાના બાળકો પર જ કેન્દ્રિત છે અને તે તેમને સારો ઉછેર આપવા ઇચ્છે છે. 

રણધીર કપૂરને જ્યારે કરિશ્માના કથિત બોયફ્રેન્ડ સંદીપ તોશનીવાલ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહી દીધું હતું કે હું તેને નથી ઓળખતો. કરિશ્મા અત્યારે સિંગલ છે અને જો તે કોઈની સાથે ફરવા જાય તો એમાં ખોટું શું છે? જોકે કરિશ્મા લગ્ન કરવા ઇચ્છશો તો મારા આશીર્વાદ હંમેશા તેની સાથે જ રહેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news