2.0 રિવ્યૂ : શું છે રજનીકાંત અને અક્કીની આ ફિલ્મની ખાસ વાત? જાણવા કરો ક્લિક

2.0 રિવ્યૂ : શું છે રજનીકાંત અને અક્કીની આ ફિલ્મની ખાસ વાત? જાણવા કરો ક્લિક

અક્ષયકુમાર અને રજનીકાંતને ચમકાવતી આજે રિલીઝ થયેલી 2.0 લગભગ 500 કરોડ રૂ.ના બજેટમાં બનેલી મેગા બજેટ 3D ફિલ્મ છે. ફિલ્મ 2.0ને હિંદી, તમિલ, તેલુગુ ભાષા સાથે દુનિયાના 43 દેશોમાં 6600 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. 2.0 અન્ય દસ ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. ઓવરસીઝમાં 10,000થી વધુ શો યોજાયા છે. આ ફિલ્મના મેકર્સ કુલ બજેટના 500 કરોડ રૂ.માંથી 370 કરોડ રૂ.ની કમાણી સેટેલાઇટ રાઇટ્સ, ડિજિટલ રાઇટ્સ તેમજ ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સમાંથી કરી ચુક્યા છે. 

ફિલ્મની વાર્તા 
ફિલ્મ 2.0ની વાર્તા પક્ષીરાજન (અક્ષયકુમાર) નામની વ્યક્તિની છે જે પક્ષીઓને બહુ પ્રેમ કરે છે. તે મોબાઇલ સિગ્નલને કારણે થતા પક્ષીઓના મોતથી વાકેફ છે. તે આનો વિરોધ કરવા માટે કોર્ટકેસ કરે છે પણ મોટામોટા બિઝનેસમેન તેને ખોટો સાબિત કરી દે છે. કોર્ટનો નિર્ણય પક્ષમાં ન આવતા પક્ષીરાજન મોબાઇલ ટાવરથી લટકીને આત્મહત્યા કરી લે છે. આના પછી જન્મ થાય છે પક્ષીરાજન એટલે કે ક્રોમેનનો અને તે તબાહી મચાવી દે છે. આ ક્રોમેન પર કાબૂ મેળવવા સરકારને ચિટ્ટી રોબોને જીવંત કરવાની ફરજ પડે છે. 

કેવું છે ડિરેક્શન?
2.0ની ખાસ વાત એની વિઝ્યુલ ઇફેક્ટ્સ છે. આ ફિલ્મમાં 15 જેટલી VFX કંપનીઓએ કામ કર્યું છે અને 900 જેટલી વિઝ્યુલ ઇફેક્ટ નાખવામાં આવી છે.  જોકે ફિલ્મના પહેલા જ સીનથી ડિરેક્ટર શંકરની ફિલ્મ પર પકડ છે અને આખી ફિલ્મ દરમિયાન દર્શક બંધાઈ રહે છે. શંકરે ટેકનોલોજી અને માનવીયતના યોગ્ય ડોઝનો ઉપયોગ કરીને દર્શકોને આ ફિલ્મ આપી છે. આ ફિલ્મ જેવી વિઝ્યુઅલ ટ્રીટમેન્ટ હજી સુધી કોઈ ફિલ્મને નથી મળી. શંકરે ભારતીય સિનેમાનું ભવિષ્ય નક્કી કરતી ફિલ્મ બનાવી છે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

એક્ટિંગ
રજનીકાંત અને અક્ષયકુમાર લાંબા સમયથી ફિલ્મોની દુનિયામાં કામ કરી રહ્યા છે અને તેમણે પોતપોતાના પાત્ર તરીકે બહુ ઉત્તમ કામ કર્યું છે. ફિલ્મમાં એમી જેક્સન નીલા નામના રોબો તરીકે જોવા મળશે. ફિલ્મનો છેલ્લી વીસ મિનિટનો ક્લાઇમેક્સ શ્રેષ્ઠ છે. ઇન્ડિયા ટુડેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શંકરે કહ્યું હતું કે 'મેં જ્યારે 'રોબોટ'ના બીજા ભાગ વિશે વિચાર્યું ત્યારે રજની સરની તબિયત સારી નહોતી. આ ફિલ્મમાં બહુ સ્ટન્ટ હતા અને તેઓ સ્ટન્ટ કરવા માટે તેમજ ભારેખમ કોશ્ચ્યુમ પહેરવા માટે ફિટ નહોતા. એ સમયે મેં આ રોલ માટે શાહરૂખને લેવાનો વિચાર કર્યો હતો. જોકે થોડા સમય પછી તેઓ એકદમ ફિટ થઈ ગયા અને તેમણે 'લિંગા'માં કામ કર્યું. 'લિંગા'ના શૂટિંગ પછી રજની સર મને બીજીવાર મળ્યા અને કહ્યું કે હું આ ફિલ્મ માટે તૈયાર છું.' 

હવે આ ફિલ્મને જોઈને લાગે છે કે ચિટ્ટીના રોલને રજનીકાંત સિવાય બીજું કોઈ ન્યાય ન આપી શકે.

ફિલ્મની ખામી
2.0માં બીજી તો કોઈ ખાસ ખામી નથી પણ ફિલ્મ થોડી વધારે લાંબી બની ગઈ છે. જો ફિલ્મને 10 મિનિટ જેટલી વધારે એડિટ કરવામાં આવી હોય તો થિયેટરમાં દર્શકોને વધારે મજા પડી હોત. પક્ષીરાજનનો લાંબો ઇન્ટ્રો પણ થોડો શુષ્ક લાગે છે. 

જોવાય કે નહીં?
ફિલ્મ 2.0માં આગામી સમયમાં મોબાઈલ ફોનથી થનાર મુશ્કેલીઓને બતાવવામાં આવી છે. અક્ષય કુમારનો 'મોબાઈલ રખને વાલા હર આદમી હત્યારા' ડાયલોગ જ ઘણી મોટી વાત કહી જાય છે. આ ફિલ્મ 2 કલાક 28 મિનિટની છે.  જો તમે અક્ષયકુમાર અને રજનીકાંતના મોટા ચાહક હો તો આ ફિલ્મ ચૂકવા જેવી નથી. આ ફિલ્મને પાંચમાંથી સાડાત્રણ સ્ટાર આપી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news