વિદેશમાં ઋષિ કપૂર અને નીતૂ સિંહે આ રીતે ઉજવી દુર્ગા અષ્ટમી

ન્યૂયોર્ક પહોંચતાં જ ઋષિ કપૂર સોનાલી બેંદ્વેને મળવા પહોંચી ગયા હતા. કહી શકાય કે હાલમાં બોલીવુડ એક્ટર્સ પરિવારની માફક એકબીજાની કાળજી લેતાં જોવા મળી રહ્યા છે. 

વિદેશમાં ઋષિ કપૂર અને નીતૂ સિંહે આ રીતે ઉજવી દુર્ગા અષ્ટમી

નવી દિલ્હી: કોઇ ઘરમાં હોઇ કે ઘરથી દૂર બહાર કોઇ દેશમાં પરંતુ બાળપણથી આપેલા સંસ્કાર આપણને દરરોજ સેલીબ્રેટ કરવાનું શિખવાડે છે. કદાચ એટલા માટે જ દુર્ગા અષ્ટમીના તહેવારને બિમારી અને વિદેશમાં રહ્યા બાદ પણ સેલીબ્રેટ કર્યા વિના રહી ન શક્યા બોલીવુડ સુપર સ્ટાર ઋષિ કપૂર. બુધવારની રાત્રે ઇન્ટરનેટ પર તેમના એક મિત્ર અને પત્ની નીતૂ સિંહની સાથે મંદિરની બહાર ઉભેલા હોવાનો ફોટો સામે આવ્યો છે. આ ફોટામાં ઋષિ કપૂર ખૂબ શાંત અને નબળા દેખાઇ રહ્યા છે. 

આ દિવસે બપોરના ફોટો બતાવી રહ્યો છે કે રણબીરની કથિત ગર્લફ્રેંડ આલિયા ભટ્ટની ન્યૂયોર્કમાં રણબીરની સાથે શોપિંગ કરતો સ્પોટ થયો હતો. તો બીજી તરફ ઋષિ કપૂરના ખબર અંતર પૂછવા માટે પ્રિયંકા ચોપડા પણ તેમને મળવા પહોંચી હતી. ત્યારબાદ અનુપમ ખેર અને ઋષિ કપૂરની મુલાકાતનો ફોટો પણ જોવા મળે છે. એટલું જ નહી બિમારીને નજર અંદાજ કરતાં ન્યૂયોર્ક પહોંચતાં જ ઋષિ કપૂર સોનાલી બેંદ્વેને મળવા પહોંચી ગયા હતા. કહી શકાય કે હાલમાં બોલીવુડ એક્ટર્સ પરિવારની માફક એકબીજાની કાળજી લેતાં જોવા મળી રહ્યા છે. 

તમને જણાવી દઇએ કે મહિનાની શરૂઆતમાં ઋષિ કપૂરની સારવાર થઇ ચૂકી હતી, જોકે તેમની બિમારી વિશે હજુ કોઇ જાણકારી આપવામાં આવી નથી. થોડા દિવસો પહેલાં જ્યારે લોકોએ ઋષિ કપૂરની બિમારીને લઇને અફવા ફેલાવી હતી તો તેમના મોટાભાઇએ બધી વાતોને નકારતાં એવા લોકોની ઝાટકણી કાઢી હતી. તમને જણાવી દઇએ કે સારવારના લીધે ઋષિ કપૂર પોતાની માતાના અંતિમ સંસ્કારમાં પણ હાજરી આપી શક્યા ન હતા. તેમની સાથે ન્યૂયોર્કમાં નીતૂ સિંહ અને રણબીર કપૂર પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news