રોહિત શેટ્ટીએ ‘સિમ્બા’માં કરી પોતાની 5 ફિલ્મોની જાહેરાત, બધાની સ્ટોરી છે ધમાકો

2018માં અનેક બિગ બજેટ ફિલ્મ ફ્લોપ થઈ છે પણ સિમ્બા બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે

રોહિત શેટ્ટીએ ‘સિમ્બા’માં કરી પોતાની 5 ફિલ્મોની જાહેરાત, બધાની સ્ટોરી છે ધમાકો

મુંબઈ : બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટી ઇન્ડસ્ટ્રીના તમામ ડિરેક્ટર્સથી અલગ છે. તે પોતાની ફિલ્મ આત્મવિશ્વાસથી બનાવે છે જેના કારણે દર્શક પણ ફિલ્મ પસંદ કરે છે. 2018માં અનેક બિગ બજેટ ફિલ્મ ફ્લોપ થઈ છે પણ સિમ્બા બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. હકીકતમાં રોહિત શેટ્ટીએ સિમ્બામાં પોતાની આગામી 5 ફિલ્મોની જાહેરાત કરી છે. જોઈ લો આ ફિલ્મોની યાદી...

1. સૂર્યવંશી : ફિલ્મ સિમ્બાના અંતમાં અક્ષયકુમાર પોલીસ ઓફિસર સૂર્યવંશીના રોલમાં જોવા મળે છે. આ ફિલ્મ રોહિત શેટ્ટીની નેકસ્ટ ફિલ્મ છે. રોહિતે પોતે મીડિયાને માહિતી આપી છે કે સિમ્બા પછી તે અક્કી સાથે કામ કરવાનો છે. 

2. સિંઘમ 3 : ફિલ્મ સિમ્બાના અંતમાં રોહિત શેટ્ટીએ અજય દેવગનની સિંઘમ તરીકે એન્ટ્રી કરાવી છે. આ સાથે જ તેણે ખાતરી આપી છે કે તે બહુ જલ્દી અજય દેવગન સાથે સિંઘમ 3 બહુ જલ્દી શરૂ કરશે. 

3. ગોલમાલ 5 : સિમ્બાના હિટ ગીત આંખ મારે દરમિયાન રોહિત શેટ્ટીએ ગોલમાલ બોય્ઝની એન્ટ્રી કરાવી છે. આ એન્ટ્રી સાથે જાહેરાત કરી દીધી છે કે તે બહુ જલ્દી ગોલમાલનો પાંચમો ભાગ બનાવશે. 

4. સિમ્બા 2 : ફિલ્મ સિમ્બાની રિલીઝ પહેલાં નિર્માતા કરણ જોહર અને ડિરેક્ટર રોહિત શેટ્ટી જાહેરાત કરી ચૂક્યા છે કે તેઓ સિમ્બાનો બીજો ભાગ બનાવશે. આ ફિલ્મના પહેલા ભાગને એટલી લોકપ્રિયતા મળી છે કે હવે બીજો ભાગ બનાવવાનું ફાઇનલ થઈ ગયું છે. 

5. સિમ્બા-સિંઘમ-સૂર્યવંશી કોપ ડ્રામા : ફિલ્મ સિમ્બામાં જે રીતે રોહિત શેટ્ટીએ સિંઘમ, સિમ્બા અને સૂર્યવંશીને દેખાડ્યા છે એ પરથી સ્પષ્ટ થઈ જાય છે કે ત્રણેય એકબીજાને ઓળખે છે. આ કારણે ત્રણેય સાથે ચમકાવતો કોપ ડ્રામા ક્રિએટ થાય એવી પુરેપુરી શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news