બર્થડે પહેલા જ 'બોસ' તરફથી રણવીરને મળી સુપર્બ સેક્સી ગિફ્ટ, જુઓ PHOTO

હાલ રણવીર 6 જુલાઈ પોતાનો 33મો જન્મદિવસ મનાવવા જઈ રહ્યો છે. રણવીર ભલે આ ખાસ દિવસની રાહ જોઈ રહ્યો હોય પરંતુ તેને એક સુપર્બ ગિફ્ટ મળી ગઈ છે.

બર્થડે પહેલા જ 'બોસ' તરફથી રણવીરને મળી સુપર્બ સેક્સી ગિફ્ટ, જુઓ PHOTO

મુંબઈ: રણવીર સિંહની નવી ફિલ્મ સિંબા હાલ ચર્ચામાં છે. આ ફિલ્મને રોહિત શેટ્ટી અને કરણ જૌહર પ્રોડ્યુસ કરી રહ્યાં છે. સિંબામાં રણબીર સિંહની સામે સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન છે. આ ઉપરાંત રણવીર સિંહ ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોયમાં પણ જોવા મળશે. હાલ રણવીર 6 જુલાઈ પોતાનો 33મો જન્મદિવસ મનાવવા જઈ રહ્યો છે. રણવીર ભલે આ ખાસ દિવસની રાહ જોઈ રહ્યો હોય પરંતુ રોહિત શેટ્ટીએ તો તેને હાલ જ ખુશખુશાલ કરી દીધો છે.

રોહિત શેટ્ટીએ રણવીર સિંહને એક મોંઘી ઘડિયાળ ગિફ્ટ કરી છે. આ ઘડિયાળ ફ્રેંક મલર્સ વેંગડ કલેક્શનની છે અને તેની કિંમત લગભગ 8 લાખ રૂપિયા છે. રણવીરે આ ઘડિયાળની એક તસવીર પણ ટ્વિટર પર શેર કરી છે. લખ્યું છે કે બોસ તરફથી બર્થડેની પહેલી ગિફ્ટ. આ મને મળેલી અત્યાર સુધીની સૌથી સેક્સી ઘડિયાળ છે.

— Ranveer Singh (@RanveerOfficial) June 30, 2018

અત્રે જણાવવાનું કે હાલ રણવીર સિંહ તેના અને દીપિકા પાદૂકોણના લગ્નને લઈને પણ ચર્ચામાં છે. આ જ વર્ષે તેઓ લગ્ન કરી  લેશે તેમ કહેવાઈ રહ્યું છે. બંને હાલ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news