800 કરોડનો આલીશાન મોંઘેરો મહેલ...રણબીરની ધમાલ મચાવતી ફિલ્મ સાથે જબરદસ્ત લિંક, જાણો

દિલ્હી નજીક ગુરુગ્રામથી લગભગ 26 કિમી અને દિલ્હીથી લગભગ 60 કિમી દૂર આવેલો એક મહેલ હાલ ખુબ ચર્ચામાં છે. આ મહેલ  ચર્ચામાં હોવાનું એક કારણ એ છે કે બોલીવુડની ધમાલ મચાવી રહેલી ફિલ્મ એનિમલનું શુટિંગ અહીં થયું છે. આ કોઈ જૂની નહીં પરંતુ હાલમાં જ રણબીર કપૂરની રિલીઝ થયેલી ફિલ્મ એનિમલ છે. 

800 કરોડનો આલીશાન મોંઘેરો મહેલ...રણબીરની ધમાલ મચાવતી ફિલ્મ સાથે જબરદસ્ત લિંક, જાણો

દિલ્હી નજીક ગુરુગ્રામથી લગભગ 26 કિમી અને દિલ્હીથી લગભગ 60 કિમી દૂર આવેલો એક મહેલ હાલ ખુબ ચર્ચામાં છે. આ મહેલ  ચર્ચામાં હોવાનું એક કારણ એ છે કે બોલીવુડની ધમાલ મચાવી રહેલી ફિલ્મ એનિમલનું શુટિંગ અહીં થયું છે. આ કોઈ જૂની નહીં પરંતુ હાલમાં જ રણબીર કપૂરની રિલીઝ થયેલી ફિલ્મ એનિમલ છે.  આ મહેલ દિલ્હીથી થોડા અંતરે આવેલો છે આથી કોઈ ઈવેન્ટ કે  ફિલ્મોનું શુટિંગ અને વિકેન્ડ પર ફરવા જવું અહીં સરળ છે. આ મહેલની આજુબાજુનો વિસ્તાર  ખુબ શાંત અને સારા લોકેશનવાળો છે. આ મહેલમાં સેલેબ્રિટીઓના લગ્ન અને કાર્યક્રમોનું પણ આયોજન થતું હોય છે. આ મહેલ શાહી માહોલ અને ઐતિહાસિક મહત્વ ધરાવતો હોવાથી તે તેને વધુ શાનદાર બનાવે છે. 

No description available.

નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાના હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ એનિમલ શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થયા બાદથી જ ગુરુગ્રામ ચર્ચામાં છે. ફિલ્મે શાનદાર પ્રદર્શન સાથે બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ્યા છે. તેણે ફક્ત 3 દિવસમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. જ્યારે રણબીર  કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ, અનિલ કપૂર અને તૃપ્તિ ડિમરી અભિનિત આ ફિલ્મનું શુટિંગ મનાલી, મુંબઈ, ગુરુગ્રામ, દિલ્હી, પંજાબની સાથે સાથે ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ સહિત અનેક વિદેશી સ્થળો પર થયું છે. 

No description available.

તમને કદાચ ખબર ન હોય તો કહી દઈએ કે એનિમલ ફિલ્મના અભિનેતા અનિલ કપૂર (બલવીર સિંહ)નો પરિવાર જે ઘરમાં રહેતો દેખાડવામાં આવ્યો છે તે આલીશાન મહેલ સૈફ અલી ખાનનું પૈતૃક ઘર છે જેની કિંમત 800 કરોડ રૂપિયા છે. 

No description available.

પટૌડી પેલેસ 1935માં પટૌડીના છેલ્લા શાસક નવાબ ઈફ્તિખાર અલી ખાને બનાવડાવ્યો હતો. આ મહેલ પટૌડી પરિવારનું નિવાસ્થાન છે. પટૌડી પેલેસની વાસ્તુકળા ઔપનિવેશિક, ભારતીય અને ઈસ્લામિક શૈલીનું મિશ્રણ દર્શાવે છે. મહેલની ભવ્ય સંરચના છે. જેની વિશેષતા ભવ્ય મેહરાબ, જટિલ નક્કાશી અને વિશાળ આંગણું છે. તે ક્ષેત્રના સ્થાપત્ય વારસાનું પ્રમાણ છે. 

No description available.

 

No description available.

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news