સલમાને ચાહકોને  આપ્યા ગોળના ગાડા જેવા મધમીઠા સમાચાર 

 શૂટિંગ ગાઝિયાબાદ અને મહારાષ્ટ્રના વાઇના કેટલાક હિસ્સાઓમાં કરવામાં આવશે

Updated: Sep 12, 2018, 12:55 PM IST
સલમાને ચાહકોને  આપ્યા ગોળના ગાડા જેવા મધમીઠા સમાચાર 

મુંબઇ : સલમાનની ફિલ્મ ‘દબંગ’ અને ‘દબંગ 2’ દર્શકોને બહુ પસંદ પડી હતી. હવે આ સિરિઝની ત્રીજી ફિલ્મ ‘દબંગ 3’ની જાહેરાત કરવામાં આવી છે. આ સિરિઝની ત્રીજી ફિલ્મમાં સલમાનની ઓપોઝિટ જોવા મળેલી સોનાક્ષી સિન્હા જ ફરી એકવાર ‘રજ્જો’ બનશે. સલમાને પોતે આ વાતની જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. સલમાને ‘દબંગ’ સીરીઝની સફળતા માટે દર્શકોનો આભાર માનવાની સાથે જણાવ્યું કે, અમે ટૂંક સમયમાં ‘દબંગ 3’ લઈને આવી રહ્યાં છીએ.

'દબંગ' સિરિઝની કાસ્ટની તસવીરો પરથી સ્પષ્ટ થાય છે એમાં ખાસ બદલાવ નથી કરવામાં આવ્યો. ફિલ્મમાં મહેશ માંજરેકર જ રજ્જોના પિતાનો રોલ કરવાનો છે અને મ્યુઝિક સાજિદ-વાજિદ જ આપશે. ફિલ્મના સૌથી લોકપ્રિય પાત્ર 'મખ્ખનચંદ પાંડે'નું પણ કમબેક થશે. 

'દબંગ 3' આવતા વર્ષે 2019માં રિલીઝ થશે. આ ફિલ્મના નિર્માતા અરબાઝ ખાન છે. હાલમાં સલમાન ખાન તો ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની 'ભારત'ના શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે આમાંથી એ સમય કાઢીને 'દબંગ 3' માટે પણ શૂટિંગ કરવાનો છે. આ ફિલ્મની વાર્તા દિલીપ શુક્લાએ લખી છે અને એનું શૂટિંગ ગાઝિયાબાદ અને મહારાષ્ટ્રના વાઇના કેટલાક હિસ્સાઓમાં કરવામાં આવશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by clicking this link

Close