રણબીરની BOX OFFICE પર ધમાલ, ત્રણ દિવસની કમાણી સાથે 'સંજૂ' નંબર 1

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના મામલે તમામ ફિલ્મોને પાછળ મૂકી દીધી છે

રણબીરની BOX OFFICE પર ધમાલ, ત્રણ દિવસની કમાણી સાથે 'સંજૂ' નંબર 1

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર રણબીર કપુર બોક્સઓફિસ પર છવાઈ ગયો છે. ડિરેક્ટર રાજકુમાર હિરાનીની ફિલ્મ 'સંજૂ'એ પહેલા દિવસે જ બોક્સઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 34.75 કરોડ રૂ. અને બીજા દિવસે 38.60 કરોડ રૂ.ની કમાણી કરી હતી. હવે આ ફિલ્મના ત્રીજા દિવસના કલેક્શનના આંકડા્ પણ આવી ગયા છે. 'સંજૂ'ની ત્રીજા દિવસની કમાણીની મદદથી તમામ ફિલ્મોને પછાડીને ટોપ મૂવી બની ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ આપેલી માહિતી પ્રમાણે આ ફિલ્મે ત્રીજા દિવસે લગભગ 44  કરોડ રૂ.નું કલેક્શન કર્યું. આમ, આ ફિલ્મ ત્રણ દિવસમાં કુલ 117.35 કરોડ રૂ.ની કમાણી કરવામાં સફળ સાબિત થઈ છે. 

Fri 34.75 cr, Sat 38.60 cr. Sun 44 cr. Total: ₹ 117.35 cr.

— Ramesh Bala (@rameshlaus) July 1, 2018

પહેલા વિકેન્ડમાં 117 કરોડ રૂ.ની કમાણી કરીને રણબીર કપૂરની 'સંજૂ'એ બોક્સઓફિસ પર કમાણીના મામલે તમામ ફિલ્મોને પાછળ છોડી દીધી છે. પહેલાં આ રેકોર્ડ સલમાન ખાનની 'ટાઇગર ઝિંદા હૈ'ના નામ પર હતો. 'સંજૂ'ના માધ્યમથી રણબીરે સાબિત કરી દીધું છે કે તે મોટો રોકસ્ટાર છે. આ ફિલ્મ રણબીરની સૌથી વધારે ઓપનિંગ મેળવનાર ફિલ્મ બની ગઈ છે. રણબીરને લાંબા સમયથી એક હિટ ફિલ્મની જરૂર હતી અને હવે આ ફિલ્મે તમામ નિષ્ફળતાઓનું સાટું વાળી દીધું છે. 

— Ramesh Bala (@rameshlaus) July 1, 2018

'સંજૂ'નું ડિરેક્શન રાજકુમાર હિરાનીએ કર્યું છે. આ ફિલ્મ સાથે તેણે સાબિત કરી દીધું છે કે તેઓ બોલિવૂડના સૌથી સફળ ડિરેક્ટર છે. ફિલ્મની વાર્તા સંજય દત્તના જીવન પર છે અને એમાં સંજય દત્તના જીવનના વળાંક દર્શાવવામાં આવ્યા છે. રણબીર એક જબરદસ્ત એક્ટર છે અને આ વાત 'સંજૂ'એ સાબિત કરી દીધી છે. આ પહેલાં રાજકુમાર હિરાનીની 'પીકે', 'થ્રી ઇડિયટ્સ' અને 'મુ્ન્નાભાઈ એમબીબીએસ' જેવી ફિલ્મો બોક્સઓફિસ પર ધમાલ મચાવી ચૂકી છે પણ કમાણીની યાદીમાં 'સંજૂ' ટોપ પર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news