ઝઘડો રણબીર-વરૂણનો અને જેકપોટ લાગ્યો સારાને !

ફિલ્મને ડેવિડ ધવન જ ડિરેક્ટ કરશે અને એ 2019માં ફ્લોર પર જશે

ઝઘડો રણબીર-વરૂણનો અને જેકપોટ લાગ્યો સારાને !

મુંબઈ : હાલમાં બોલિવૂડ સ્ટાર વરૂણ ધવન અને આલિયા ભટ્ટ મામલે મોટા સમાચાર સામે આવ્યા હતા. સમાચાર મળ્યા હતા કે વરૂણ ધવનના પિતા ડેવિડ ધવન હવે આલિયા અને વરૂણને લઈને રોમેન્ટિક કોમેડી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. આ ફિલ્મને ડેવિડ ધવન જ ડિરેક્ટ કરશે અને એ 2019માં ફ્લોર પર જશે. ગોવિંદા અને કરિશ્મા કપૂર અભિનીત કુલી નંબર 1995માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને કારણે કરિશ્માને બહુ લોકપ્રિયતા મળી હતી અને હવે આલિયા પણ વરૂણ સાથે મળીને ઇતિહાસનું પુનરાવર્તન કરવા માગતા હતા અને આ માટે તેને બોયફ્રેન્ડ રણબીરની નારાજગીની પણ પરવા નહોતી કરી. જોકે આ મામલામાં મોટો વળાંક આવ્યો છે. 

લેટેસ્ટ સમાચાર પ્રમાણે હવે આ ફિલ્મ માટે આલિયાને બદલે સારાને લેવાનું લગભગ ફાઇનલ છે. ચર્ચા છે કે આલિયાના બોયફ્રેન્ડ રણબીર અને વરૂણ વચ્ચે ખાસ મિત્રતા નથી જેના કારણે આલિયા 'કલંક' પછી હાલમાં વરૂણ સાથે કોઈ ફિલ્મમાં કામ કરવા નથી માગતી. આમ, રણબીર અને વરૂણ વચ્ચેના ઝઘડાનો ફાયદો સારાને મળ્યો છે.  

વરૂણ અને રણબીરના સંબંધો ખાસ મિત્રતાપૂર્ણ નથી. બોલિવૂડમાં રણબીર કપૂર અને વરૂણ ધવન બંનેની ગણતરી પ્રતિભાશાળી સ્ટાર તરીકે થાય છે.  વરુણ અને રણબીર માટે આ વર્ષ ખૂબ સારું રહ્યું છે. રણબીરની ફિલ્મ સંજૂ બ્લોકબસ્ટર રહી છે તો સામા પક્ષે વરુણ ધવનની ફિલ્મ સુઈ-ધાગાએ પણ સારી એવી કમાણી કરી. આ બંને આલિયા ભટ્ટની બહુ નજીક છે. વરૂણ અને આલિયા વચ્ચે બહુ જ સારી મિત્રતા છે જ્યારે રણબીર તો આલિયાનો લેટેસ્ટ બોયફ્રેન્ડ છે. જોકે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે આ બંને કલાકારો વચ્ચે બહુ મોટો ઝઘડો થયો છે. રિપોર્ટ્સ મુજબ લડાઈ બાદથી જ બંને સ્ટાર્સ વચ્ચે વાતચીત પણ બંધ છે.જોકે વરુણના નિકટના લોકોએ આ રિપોર્ટનું ખંડન કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news