હજી પહેલી ફિલ્મ રિલીઝ નથી થઈ અને જાન્હવીએ આપી દીધું સારા વિશે મોટું નિવેદન

સારા અને જાન્હવી બંને બોલિવૂડમાં એન્ટ્રી કરવાનું પ્લાનિંગ કરી રહી છે

હજી પહેલી ફિલ્મ રિલીઝ નથી થઈ અને જાન્હવીએ આપી દીધું સારા વિશે મોટું નિવેદન

મુંબઈ : શ્રીદેવી અને બોની કપૂરની લાડલી જાન્હવી કપૂર હવે પોતાની આગામી ફિલ્મ ‘ધડક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સિવાય સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન પણ પોતાની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’નું શૂટિંગ આટોપી ચૂકી છે અને બીજી ફિલ્મ ‘સિમ્બા’ના શૂટિંગમાં વ્યસ્ત છે.  હાલમાં આ બંને સ્ટારકિડ વચ્ચે જબરદ્સ્ત સ્પર્ધા ચાલી રહી હોય એવો માહોલ છે પણ જાન્હવી એવું નથી માનતી. 

જાન્હવીએ કહ્યું છે કે મારા અને સારા વચ્ચે કોઈ સ્પર્ધા નથી. હું પોતે દર્શક તરીકે સારાની બધી ફિલ્મો જોઈશ. જાન્હવીએ સારાના વખાણ કરતા કહ્યું છે કે તે બહુ ટેલેન્ટેડ છે અને ભરપુર સફળતા મેળવશે. જાન્હવીએ કહ્યું છે કે મહિલાઓએ હંમેશા એકબીજાને ટેકો આપવો જોઈએ. જાન્હવીનું આ નિવેદન બહુ પ્રેરણાદાયી છે. 

પહેલાં માનવામાં આવતું હતું કે બોલિવૂડની હિરોઇનો વચ્ચે મિત્રતા નથી હોતી પણ છેલ્લા કેટલાક સમયથી આ વિચારસરણીમાં પરિવર્તન આવ્યું છે. હાલમાં કેટરિના તેમજ આલિયા ભટ્ટની ગણતરી પણ બોલિવૂડમાં બેસ્ટ ફ્રેન્ડ તરીકે થાય છે. કેટરિનાના એક્સ રણબીર કપૂર સાથે આલિયાનું નામ જોડાયું હોવા છતાં તેમની મિત્રતા પર કોઈ અસર નથી થઈ. આ સિવાય ઇન્ડસ્ટ્રીમાં સોનમ કપૂર અને કરીના કપૂર વચ્ચે પણ સારી મિત્રતા જોવા મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news