‘દારૂ પીને સે લિવર ખરાબ હોતા હૈ’ સીનનું શુટિંગ બિગ-બીના ‘આ’ બંગલામાં થયું હતું

અમિતાભ બચ્ચનનો પરિવાર લાઈમલાઈટથી ઘણો દૂર રહે છે. તેથી જ તેમના બંગલાની ઈનસાઈડ તસવીરો જ્વલ્લે જ જોવા મળે છે. તેમાં પણ દિવાળી જેવા સેલિબ્રેશનની તસવીરો તેઓ શેર કરતા રહે છે. પરંતુ તેમના બંગલા સાથે જોડાયેલી એક માહિતી બહુ જ ઓછા લોકોને ખબર છે.

‘દારૂ પીને સે લિવર ખરાબ હોતા હૈ’ સીનનું શુટિંગ બિગ-બીના ‘આ’ બંગલામાં થયું હતું

ટાટા ગ્રૂપ, અંબાણી પરિવાર કે પછી બોલિવુડના અનેક મોટા પરિવારો જેમ કે, કપૂર ખાનદાન, બચ્ચન પરિવાર, સલમાન કે શાહરૂખ ખાન સાથે જોડાયેલી દરેક નાનામાં નાની માહિતી જાણવા માટે તેમના ફેન ઉત્સુક રહે છે. દરેક એવું ઈચ્છે છે કે આ સ્ટાર્સ અને સેલિબ્રિટીઝ કેવી રીતે રહે છે, તેમનું ઘર અંદરછી કેવું છે, વગેરે વગેરે.... આજે અમિતાભ બચ્ચનના જલ્સા બંગલા સાથે જોડાયેલી રોમાંચક માહિતી સામે આવી છે. 

સદીના મહાનાયક બિગબીના ઘરનું નામ જલ્સા છે. જેમાં તેઓ રહે છે, તે એક આલિશાન મહેલ જેવો બંગલો છે. જે મુંબઈના જુહૂ વિસ્તારમાં આવેલો છે. મુંબઈમાં અમિતાભ બચ્ચનના અન્ય બે આલિશાન ઘર પણ છે, એક પ્રતીક્ષા અને બીજો જનક. 1970માં અમિતાભ બચ્ચન આખા પરિવાર સાથે પ્રતીક્ષામાં શિફ્ટ થયા હતા. તેના બાદ તેમણે જલસા બંગલો ખરીદ્યો હતો.

DrbvZELUwAAST8o.jpg

અમિતાભ બચ્ચનનો પરિવાર લાઈમલાઈટથી ઘણો દૂર રહે છે. તેથી જ તેમના બંગલાની ઈનસાઈડ તસવીરો જ્વલ્લે જ જોવા મળે છે. તેમાં પણ દિવાળી જેવા સેલિબ્રેશનની તસવીરો તેઓ શેર કરતા રહે છે. પરંતુ તેમના બંગલા સાથે જોડાયેલી એક માહિતી બહુ જ ઓછા લોકોને ખબર છે. તાજેતરમાં જ કૌન બનેગા કરોડપતિના એક એપિસોડમાં બિગબીએ કહ્યું હતું કે, જે ઘરમાં તેઓ રહે છે, ત્યાં તેમની ‘સત્તે પે સત્તા’ ફિલ્મનો એક આઈકોનિક સીન શૂટ થયો હતો. આ સીન અમિતાભ બચ્ચન અને અમજદ ખાનની ઉપર ફિલ્માવાયો હતો. 

DrbvUUNUUAUeOT-.jpg

બિગબીએ કહ્યું હતું કે, સત્તા પે સત્તાનો આઈકોનિક સીન જે ઘરમાં ફિલ્માવાયો હતો, આજે તે અમારું ઘર છે. હાલ અમે આ જ ઘરમાં રહીએ છીએ. 

ઉલ્લેખનીય છે કે, એનસી સિપ્પીના દીકરા આર.એન સિપ્પી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા હતા. આ સીનના શુટિંગ માટે તેમણે પોતાના ઘરના લોકેશનની જ પસંદગી કરી હતી. આજે આ ઘરનું નામ જલસા છે. અમિતાભે કહ્યું કે, આજે મારો આખો પરિવાર આ જ ઘરમાં રહે છે. 

bigb_091415060557.jpg

અમિતાભ બચ્ચન પહેલા જલસા બંગલાની માલિકી ફિલ્મ ડાયરેક્ટર એન.સી.સિપ્પીની હતી. બિગ-બીએ  70ના દાયકામાં જલ્સા બંગલો તેમની પાસેથી ખરીદ્યો હતો. આ પહેલા બિગ-બી પ્રતીક્ષા બંગલામાં રહેતા હતા. એન.સી સિપ્પીએ ચૂપકે ચૂપકે, ગોલમાલ, સત્તે પે સત્તા જેવી અદભૂત ફિલ્મો બનાવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news