લોકોએ શાહરૂખને પાણીની ટાંકીમાં ફેંક્યો, બોલિવુડના 80 ના દાયકાનો હોળીનો જૂનો વીડિયો જોઈને મન ભરાઈ જશે

બોલિવુડ સેલિબ્રિટીની હોળી હંમેશા ચર્ચા જગાવનારી હોય છે. સ્ટાર્સ કેવી રીતે હોળી રમે છે તે જોવામાં બધાને રસ પડે છે. ત્યારે સુભાષ ઘઈના બંગલા પર યોજાયેલી હોળીની પાર્ટીમાં શાહરૂખના ખાસ અંદાજનો વીડિયો સામે આવ્યો છે

લોકોએ શાહરૂખને પાણીની ટાંકીમાં ફેંક્યો, બોલિવુડના 80 ના દાયકાનો હોળીનો જૂનો વીડિયો જોઈને મન ભરાઈ જશે

Shah Rukh khan Holi Party Throwback Holi Video: આજે સમગ્ર દેશમાં હોળીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. દરેક કોઈ તેનો લ્હાવો લઈ રહ્યો છે. ગત બે વર્ષથી કોરોનાને કારણે લોકોને રંગોથી દૂર રહેવુ પડ્યુ હતું. પરંતુ હવે માહોલ સારો છે, તો લોકોમાં હોળી ઉજવવાનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની મહામારી વચ્ચે આ બીજો મોટો તહેવાર છે, જેને સમગ્ર ભારતમાં ઉજવવામા આવી રહ્યો છે. હોળીનો માહોલ જોતા યુટ્યુબ પર એક વીડિયો બહુ જ પોપ્યુલર થઈ રહ્યો છે. આ વીડિયો બોલિવુડની 80 ના દાયકાની હોળીની ઉજવણીનો છે.

આ વીડિયોમાં શાહરૂખ ખાન, ચંકી પાંડે, સતીષ કૌશિક અને ગૌરી ખાન જેવા મોટા સ્ટાર્સ હોળી રમતા દેખાઈ રહ્યાં છે. જોકે, આ વીડિયો બહુ જ જૂનો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન, ચંકી પાંડે અને ગૌરી ખાન એકદમ યુવા છે. તેમાં તમામ સેલેબ્સ હોળીની પાર્ટી એન્જોય કરી રહ્યાં છે. એકબીજાને રંગ લગાવી રહ્યાં છે, બધાના ચહેરા પર ગુલાલ લાગેલો છે. 

જ્યારે શાહરૂખ રમ્યો હોળી
આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે, જ્યાં શાહરૂખ ખાન, ચંકી પાંડે અને ગૌરી ખાન સહિત અનેક સેલેબ્સ હોળીનો જશ્ન મનાવી રહ્યાં છે. આ વાયરલ વીડિયો ડાયરેક્ટર સુભાષ ઘઈના બંગલાનો છે, જ્યાં વર્ષો પહેલા આ પ્રકારની હોળીની મોટી પાર્ટી યોજાતી હતી. તે સમયે શાહરૂખ પાર્ટીની લાઈમલાઈટ હતો. કેમ કે, તેણે દિલ ખોલીને હોળીની ઉજવણી કરી હતી અને ગૌરી સાથે ડાન્સ પણ કર્યો હતો. 

ચંકી પાંડેને પાણીમાં ફેંક્યો
શાહરૂખ ખાન બાદ ચંકી પાંડે પાર્ટીમા આવે છે અને શાહરૂખ સહિત અનેક લોકો તેને ઉઠાવીને પાણીની ટાંકીમાં ફેંકે છે. પાણીની ટાંકીમા પડ્યા પાત તે આસપાસના લોકો પર પાણી ફેંકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news