Confirm : આમિર ખાન પછી શાહરૂખે પણ છોડી રાકેશ શર્માની બાયોપિક, કારણ છે બહુ મોટું

હાલમાં શાહરૂખની કરિયર બહુ મહત્વના તબક્કામાંથી પસાર થઈ રહી છે

Confirm : આમિર ખાન પછી શાહરૂખે પણ છોડી રાકેશ શર્માની બાયોપિક, કારણ છે બહુ મોટું

નવી દિલ્હી : હાલમાં બોલિવૂડમાં બાયોપીક બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ સંજોગોમાં છેલ્લા કેટલાક સમયથી ભારતના ખ્યાતનામ અવકાશ યાત્રી રાકેશ શર્માના જીવન પરથી બનનારી ફિલ્મની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મના લીડ રોલ માટે પહેલી પસંદગી આમિર ખાન હતો. જોકે પોતાના કેટલાક પ્રોજેક્ટને કારણે તેણે આ ફિલ્મ છોડી દેતા આ રોલ માટે શાહરૂખ ખાનને પસંદ કરવામાં આવ્યો હતો. હવે ખબર પડી છે કે શાહરૂખે પણ આ ફિલ્મ છોડી દીધી છે કારણ કે તે પહેલાં ડોન 3નું શૂટિંગ કરવા માગે છે. 

થોડા સમય પહેલાં જ સમાચાર આવ્યા હતા કે 'સારે જહાં સે અચ્છા'માં શાહરૂખની હિરોઇન તરીકે ફાતિમા સના શેખને સાઇન કરવામાં આવે એવી શક્યતા છે. મેકર્સ ફાતિમાના પર્ફોમન્સથી બહુ ખુશ હતા અને આ કારણે તેને સાઇન કરવાની વિચારણા હતી. જોકે હવે શાહરૂખે આ ફિલ્મ છોડી દીધી છે એ પછી શું થશે એ નક્કી નથી. 

નોંધનીય છે કે 'ડોન 3'ના ડિરેક્ટર ફરહાન અખ્તરે 'ગલી બોય'ના ટ્રેલર લોન્ચ વખતે કહ્યું હતું કે તે જલ્દી પોતાના નવા પ્રોજેક્ટની જાહેરાત કરી શખે છે. ફરહાન અને શાહરૂખ ડોન સિરીઝની ત્રીજી ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મની બીજી કાસ્ટનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ બાકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news