શાહિદ કપૂરે એક્સ ગર્લફ્રેન્ડ પ્રિયંકા ચોપડાના પતિને આપી દીધી મોટી સલાહ

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા હવે તો અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરીને ઠરીઠામ થઈ ગઈ છે

શાહિદ કપૂરે એક્સ ગર્લફ્રેન્ડ પ્રિયંકા ચોપડાના પતિને આપી દીધી મોટી સલાહ

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા હવે તો અમેરિકન સિંગર નિક જોનાસ સાથે લગ્ન કરીને ઠરીઠામ થઈ ગઈ છે. એક સમયે પ્રિયંકાનું નામ બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર સાથે સંકળાયું હતું. હાલમાં કોફી વિથ કરણમાં શાહિદ કપૂર એક્સ ગર્લફ્રેન્ડ પ્રિયંકાના પતિ નિક જોનાસને સલાહ આપતો જોવા મળ્યો હતો. ‘કોફી વિથ કરણ 6’ના આગામી એપિસોડમાં શાહિદ પોતાના ભાઈ ઈશાન ખટ્ટક સાથે જોવા મળશે. 

આ સપ્તાહે ‘કોફી વિથ કરણ 6’ના એપિસોડમાં કે એલ રાહુલ અને હાર્દિક પંડ્યા શામેલ થયા. જેવો આ એપિસોડ ખતમ થયો કે તરત આગામી સપ્તાહે આવનારા એપિસોડનો પ્રોમો દેખાયો, જેમાં કરણ શાહિદને પ્રિયંકાના પતિ નિક જોનસને એક સલાહ આપવા વિશે પૂછતો દેખાય છે. શાહિદે શોમાં નિક જોનસને સલાહ આપતા કહ્યું કે, ‘ક્યારેય પોતાના કમિટમેન્ટથી પલટતો નહીં. આખરે તું ઓરિજિનલ દેસી ગર્લ (પ્રિયંકા) સાથે છે.’ 

પ્રિયંકાના આ રિસેપ્શનમાં બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી પણ શાહરૂખની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. પ્રિયંકા રિસેપ્શન વખતે એક સમયે જેનું નામ તેના પ્રેમી તરીકે ચર્ચાતું હતું એવો શાહરૂખ પરિવાર સાથે તેની આગામી ફિલ્મ 'ઝીરો'નું સ્પેશિયલ સ્ક્રિનિંગ માણતા જોવા મળ્યો હતો. ડોન 2'(2011)નું પ્રમોશન શરૂ થયું ત્યારે શાહરૂખ-પ્રિયંકાની નિકટતાએ અચાનક જ તેમની વચ્ચે અફેર હોવાની વાતો ચગવા લાગી હતી. આ સમયે શાહરૂખની ઉંમર 46 અને પ્રિયંકા માત્ર 29 વર્ષની હતી. એટલે કે પ્રિયંકા પોતાનાથી 17 વર્ષ મોટા વ્યક્તિના પ્રેમમાં પડી હતી. શાહરૂખ પ્રોડ્યુસર્સને હિરોઈન તરીકે પ્રિયંકા ચોપરાનાં નામની ભલામણ કરતો હતો. આટલું જ નહીં શાહરૂખ-પ્રિયંકા સાથે જ શો હોસ્ટ કરતાં. આ સિવાય વિદેશી ટૂર પણ સાથે જ કરતાં હતાં. ગૌરીને એક સમયે લાગ્યું કે વાત હદ બહાર જતી રહી છે. ત્યારે ગૌરીએ 'મન્નત'માં તોફાન લાવી લીધું છે. ચર્ચા પ્રમાણે ગૌરીએ શાહરૂખ ખાનને ડિવોર્સ આપવાની તૈયારી કરી લીધી હતી. શાહરૂખ ખાને પોતાનો પરિવાર બચાવવા માટે પ્રિયંકા સાથેના તમામ સંબંધો તોડી નાખ્યાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news