પહેલાં ગીતમાં વિવાદ થયો તો લાખો લોકોએ જોયો વીડિયો, હવે આવ્યું પઠાણનું આ બીજું જોરદાર ગીત

Pathan New Song: આને કહેવાય દિવસ બની જવું! શાહરુખ ખાનના ફેન્સ માટે આ મોટી ટ્રીટ છે. પઠાણ ફિલ્મની રાહ જોનારા માટે એક સારા સમાચાર છે. હાલમાં જ પઠાણનું નવું સોન્ગ રિલીઝ થયું છે. ફિલ્મ પઠાણના બેશર્મ રંગ પરના વિવાદ બાદ ફિલ્મનું બીજું ગીત મેકર્સે રિલીઝ કર્યું છે. આ ગીત તમામના ફેવરેટ એરિજીત સિંહે ગાયું છે. સોન્ગનું નામ છે ઝુમે જો પઠાણ. મેહફિલ લૂટવા આવ્યો 'પઠાણ' શર્ટલેસ શાહરુખનો જબરદસ્ત ડાંસ.

પહેલાં ગીતમાં વિવાદ થયો તો લાખો લોકોએ જોયો વીડિયો, હવે આવ્યું પઠાણનું આ બીજું જોરદાર ગીત

Pathan New Song: પઠાણ ફિલ્મનું બીજું ગીત રિલીઝ થઈ ચુક્યુ છે. ગીતનું નામ ઝુમે જો પઠાણ છે. ગીતમાં શાહરુખ સાથે દિપીકા પાડુકોણ પણ છે. શાહરુખ અને દીપિકાનું ગીત તમને નાચવા પર મજબૂર કરી દેશે. શાહરુખ ખાન જ્યાં ખૂબ હેન્ડસમ લાગી રહ્યો છે. ત્યાં સોન્ગ રિલીઝ થતાની સાથે સોશિયલ મીડિયા અને યૂટ્યૂબ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે.

આને કહેવાય દિવસ બની જવું! શાહરુખ ખાનના ફેન્સ માટે આ મોટી ટ્રીટ છે. પઠાણ ફિલ્મની રાહ જોનારા માટે એક સારા સમાચાર છે. હાલમાં જ પઠાણનું નવું સોન્ગ રિલીઝ થયું છે. ફિલ્મ પઠાણના બેશર્મ રંગ પરના વિવાદ બાદ ફિલ્મનું બીજું ગીત મેકર્સે રિલીઝ કર્યું છે. આ ગીત તમામના ફેવરેટ એરિજીત સિંહે ગાયું છે. સોન્ગનું નામ છે ઝુમે જો પઠાણ.

 

— Shah Rukh Khan (@iamsrk) December 22, 2022

 

પઠાણનું નવું સોન્ગ થયું રિલીઝ:
સોન્ગના ટાઈટલ નેમ પરથી જ ખબર પડે છે કે સોન્ગ ડાંસ નંબર છે. જેમાં શાહરુખ લાંબા સમયબાદ ફૂલ ફોર્મમાં નજર આવી રહ્યા છે. ગીતમાં શાહરુખ સાથે દીપિકા પાદુકોણ જોવા મળે છે. શાહરુખ અને દીપિકાનું આ સોન્ગ તમને ડાંસ કરવા પર મજબૂર કરી દેશે. શાહરુખ જ્યાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે. ત્યારે, દીપિકાની હોટનેસ તમારૂ દિલ લૂટી લેશે. લાંબા સમયબાદ કિલર સ્વેગમાં કિંગ ખાન કોઈ વિઝુઅલ ટ્રીટથી ઓછા નથી. શાહરુખ અને દીપિકાની દમદાર કેમિસ્ટ્રી ગીતનું પ્લસ પોઈન્ટ છે. જ્યારે, શાહરુખનો શર્ટલેસ અવતાર પણ તેના ફેન્સનું દિલ જીતી રહ્યો છે. પાર્ટી સીઝન માટે આ સોન્ગ એકદમ પરફેક્ટ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news