છોકરીઓ તો શું છોકરાઓ પણ નથી બાકાત... કાસ્ટિંગ કાઉચનો ભોગ બનેલા ફહમાન ખાનનો ચોંકાવનારો ખુલાસો

Fahmaan Khan On casting couch: અભિનેતા ફહમાન ખાન 2014માં બેંગ્લોરથી મુંબઈ આવ્યો હતો અને તેણે અભિનય માટે ઓડિશન આપવાનું શરૂ કર્યું હતું. આજે તે જબરું ફેન ફોલોઇંગ ધરાવે છે અને લાખો લોકોના દિલો પર રાજ કરે છે. જો કે તાજેતરમાં ફહમાને કામને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે તેને પણ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચમાંથી પસાર થવું પડ્યું હતું.

છોકરીઓ તો શું છોકરાઓ પણ નથી બાકાત... કાસ્ટિંગ કાઉચનો ભોગ બનેલા ફહમાન ખાનનો ચોંકાવનારો ખુલાસો

Fahmaan Khan On casting couch: અભિનેતા ફહમાન ખાન 2014માં બેંગ્લોરથી મુંબઈ આવ્યો હતો અને તેણે અભિનય માટે ઓડિશન આપવાનું શરૂ કર્યું હતું. આજે તે જબરું ફેન ફોલોઇંગ ધરાવે છે અને લાખો લોકોના દિલો પર રાજ કરે છે. જોકે તે તેના માટે આ સફળતા સુધી પહોંચવું સરળ ન હતું. આ વાતનો ખુલાસો ખુદ ફહમને કર્યો હતો. તેણે કહ્યું હતું કે, 'મેં આટલા લાંબા સમયમાં મારી દેવાની રકમ ચૂકવી દીધી છે. હું ક્યારેય પ્રખ્યાત બનવાની લાલચમાં આવ્યો નથી. ફહમાને કામને લઈને મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે તેને પણ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચમાંથી પસાર થવું પડ્યું હતું.
 

આ પણ વાંચો:

પોતાના પ્રથમ શો વિશે વાત કરતા ફહમાન ખાને કહ્યું, 'આ શો શરૂ થયાને આઠ મહિના થયા હતા. તે સમયે હું 17 લોકો સાથે એક મકાનમાં રહેતો હતો. સાંતાક્રુઝમાં 2.5BHK હતું અને તેમાં 17 લોકો રહેતા હતા. ખાંડ પણ કબાટમાં લોક કરીને રાખવી પડતી હતી. ત્યાર બાદ મને શોમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. મને એમ કહેવામાં આવ્યું કે તમે એટલા ખરાબ છો કે તમને બદલવો પડશે. હું કોઈની સાથે વાત કરી શકતો ન હતો. મેં ફરીથી ઓડિશન આપવાનું શરૂ કર્યું, પરંતુ મારું માનસિક સ્વાસ્થ્ય સારું ન હતું.

ફહમાનને કામ મળતું ન હતું

બાદમાં બીજો શો મળ્યો અને તે સારો ગયો પછી અભિનેતાએ કહ્યું, 'મને લાગ્યું કે મારે હવે મુખ્ય ભૂમિકા ભજવવી જોઈએ. મેં મારું બજેટ પણ વધાર્યું પણ મને ટીવીના નિયમોની સમજ ન પડી. તે પછી મેં આઠ મહિના સુધી કામ કર્યું નથી. લોકો મને ફોન કરતા રહ્યા અને હું ના પાડતો રહ્યો. અચાનક મને સમજાયું કે હવે મને કોઈ બોલાવતું નથી, મને કોઈ કામ મળતું નથી.

ફહમાન ખાને કાસ્ટિંગ કાઉચ પર વાત કરી 

લગભગ એક દાયકા લાંબી સફરમાં, ફહમાન ખાન વિવિધ પ્રકારના લોકોને મળ્યો છે, કેટલાકે તેમના પર હાથ મૂકવાનો પ્રયાસ પણ કર્યો છે. કાસ્ટિંગ કાઉચ પર તેણે કહ્યું, 'મેં મારા જીવનમાં મોડલિંગ કર્યું છે. હું ડિઝાઇનર્સ સાથે રહ્યો છું. હું એવા લોકોને ઓળખું છું જેઓ તેમની વાસનાને લઈને ખૂબ જ ઉત્તેજિત હોય છે અને હું એવા લોકોને પણ મળ્યો છું જેઓ ખુશમિજાજ હોય છે અને તેઓ તમને અસ્વસ્થ બનાવે છે.

'એ આદમીએ મને પાછળથી પકડી લીધો'

કારકિર્દીની શરૂઆતમાં ફહમાન એક કાસ્ટિંગ ડિરેક્ટરને મળ્યો જે પ્રખ્યાત કલાકારોના નામ લઈ રહ્યો હતો અને તેમણે કામ મેળવવા માટે શું કરવું પડ્યું તે વિશે પણ વાત કરી. અભિનેતાએ કહ્યું, 'હું સમજી ગયો કે તે શું ઈચ્છે છે. તેથી આખરે મેં તેમને પૂછ્યું, 'તમને શું જોઈએ છે તે મને સ્પષ્ટપણે કહો'. તેણે મને સ્પષ્ટ કહ્યું અને મેં કહ્યું, 'ઠીક છે, આભાર. હું તમારો આદર કરું છું પણ હું એવો વ્યક્તિ નથી. હું બહાર નીકળવા લાગ્યો અને પછી તે વ્યક્તિ તરત જ પાછળથી આવ્યો અને મને પકડી લીધો. તેણે મને ખૂબ જ ખરાબ રીતે ગળે લગાવ્યો. તેથી મેં તેને ધક્કો માર્યો. તેણે કહ્યું કે તે મારા માટે પોલીસ બોલાવશે. મેં તેને કહ્યું કે પોલીસને અહીં આવતા 15 મિનિટ લાગશે અને જો તમે આગામી 15 મિનિટમાં મને ફરીથી સ્પર્શ કરશો તો હું લાત મારીશ.'

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news