આવ્યું 'સિમ્બા'નું નવું ગીત, સાંભળીને જ્યાં હશો ત્યાં નાચવા લાગશો

ફિલ્મમાં પણ આ ગીતથી જ રણવીર સિંહની એન્ટ્રી થઈ રહી છે

આવ્યું 'સિમ્બા'નું નવું ગીત, સાંભળીને જ્યાં હશો ત્યાં નાચવા લાગશો

નવી દિલ્હી : રણવીર સિંહ અને સારા અલી ખાનને ચમકાવતી ફિલ્મ ‘સિમ્બા’ના બે ગીત ‘આંખ મારે ઓ લડકી’ અને ‘તેરે બિન’ લોન્ચ કરી દેવામાં આવ્યા છે અને એને દર્શકોનો સારો પ્રતિભાવ મળ્યો છે. આજે આ ફિલ્મનું ત્રીજું ગીત 'આલા રે આલા' લોન્ચ કરવામાં આવ્યું છે. આ ગીતમાં ધમાલ લાવણી ડાન્સ દર્શાવવામાં આવ્યો છે. સોફ્ટ વોઈસ અને મરાઠી બિટ સાંભળતા જ તમે જ્યાં હશો ત્યાં નાચવા લાગશો. 

ફિલ્મમાં પણ આ ગીતથી જ રણવીર સિંહની એન્ટ્રી થઈ રહી છે એટલે આ ગીત ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીતમાં રણવીર સિંહની ડાન્સ એર્ન્જીના ભરપૂર વખાણ થઈ રહ્યા છે અને આ ગીતના પર્ફોમન્સ માટે લોકો વખાણ કરી રહ્યા છે. આ ગીત તન્શિક બાગચીએ કમ્પોઝ કર્યું છે. તેમજ શબ્બીર અહેમદે ગીતને શબ્દો આપ્યા છે.

રોહિત શેટ્ટી અને રણવીરસિંહની નવી ફિલ્મ ‘સિમ્બા’ તા. 28 ડિસેમ્બરે રીલિઝ થઈ રહી છે. રણવીરસિંહની સાથે સારા અલીખાન પણ લીડ રોલમાં જોવા મળશે. આ ઉપરાંત, સોનું સુદ, સિદ્ધાર્થ જાદવ અને આશુતોષ રાણા પણ આ ફિલ્મમાં એક અલગ અંદાજમાં જોવા મળશે. જોકે, ‘આંખ મારે’ ગીત એક જૂના ગીત પરથી લેવામાં આવ્યું છે. જે હાલમાં ટોપ 20માં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news