સંગીતની દુનિયાનો વધુ એક સિતારો ખરી પડ્યો, સિંગર બપ્પી લહેરીનુ નિધન

બોલિવુડના ફેમસ મ્યૂઝિક ડાયરેક્ટર બપ્પી લહેરીનુ નિધન થયુ છે. આજે મુંબઈની એક હોસ્પિટલમા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. 

સંગીતની દુનિયાનો વધુ એક સિતારો ખરી પડ્યો, સિંગર બપ્પી લહેરીનુ નિધન

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડના ફેમસ મ્યૂઝિક ડાયરેક્ટર બપ્પી લહેરીનુ નિધન થયુ છે. આજે મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલ ક્રિટી કેર હોસ્પિટલમા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બપ્પી લહેરીની ઉંમર 69 વર્ષ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, બપ્પી લહેરીનુ નિધન રાત્રે અંદાજે 11 વાગ્યાની આસપાસ થયુ હતું. બપ્પી લહેરી છેલ્લા લાંબા સમયથી બીમાર રહેતા હતા. તેમની સારવાર મુંબઈની હોસ્પિટલમા ચાલી રહી હતી. ગત વર્ષે બપ્પી દા કોરોના વાયરસ શિકાર પણ બન્યા હતા.

બપ્પી લહેરીને સોનુ પહેરવુ અને ચશ્મા લગાવીને રાખવુ બહુ જ પસંદ છે. તેમના ગળામા સોનાની મોટી મોટી ચેન અને હાથમાં મોટી મોટી અંગુઠીઓ હંમેશા જોવા મળતી. શરીર પર ઢગલાબંધ સોનુ પહેરીને ફરવુ તે તેમની ઓળખ હતી. બપ્પી લહેરેનો બોલિવુડના પહેલા રોક સ્ટાર સિંગર પણ કહેવાય છે.

અસલી નામ અલોકેશ લાહિડી હતું
તમને જણાવી દઈએ કે, બપ્પી લહેરીનુ અસલી નામ અલોકેશન લાહિડી હતું. તેમનો જન્મ 27 નવેમ્બર, 1952 ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં થયો હતો. તેમના પિતાનુ નામ અપરેશ લાહિડી અને માતાનુ નામ બન્સારી લાહિડી હતું. 

સંગીતની દુનિયાને બીજો ઝટકો
સંગીતની દુનિયાને એક બાદ એક મોટા ઝટકા લાગી રહ્યા છે. બપ્પી લહેરી પહેલા સ્વર કોકિલા લતા મંગેશકરનુ 6 ફેબ્રુઆરીના રોજ મુંબઈમા નિધન થયુ હતુ. તેઓ પણ લાંબા સમયથી બીમાર હતા. ત્યારે પંદર દિવસમા જ સંગીતની દુનિયાનો બીજો મોટો સિતારો ખરી પડ્યો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news