લગ્ન પછી કાયમ માટે ભારત છોડી દેશે સોનમ કપૂર? જતી રહેશે સાત સમંદર પાર

લગ્ન પછીના સોનમના પ્લાનિંગની ચર્ચાએ પણ જોર પકડ્યું છે

લગ્ન પછી કાયમ માટે ભારત છોડી દેશે સોનમ કપૂર? જતી રહેશે સાત સમંદર પાર

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અને તેના બોયફ્રેન્ડ આનંદ આહુજાના લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. લગ્ન પછીના સોનમના પ્લાનિંગની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આ ચર્ચા હનીમૂન ડેસ્ટિનેશનની નહીં પણ લંડન શિફ્ટ થવા અંગેની છે. સોનમ અને આનંદ 6-7 મેએ લગ્ન કરશે. સોનમના લગ્નમાં તેનો પરિવાર, નજીકના મિત્રો અને બોલિવૂડના કેટલાંક લોકો હાજર રહેશે.

નવભારત ટાઇમ્સમાં આવેલા રિપોર્ટ પ્રમાણે સોનમ કપૂર લગ્ન બાદ આનંદ આહુજા સાથે લંડનમાં શિફ્ટ થવાનું પ્લાનિંગ કરી રહી છે. સોનમ અને આનંદે લંડનના નોટિંગ હિલ્સમાં એક એપાર્ટમેંટ પણ જોઈ રાખ્યું છે. તેમના લગ્ન 6-7મેના રોજ મુંબઈની એક સબ-અર્બન હોટલમાં થશે અને દિલ્હીમાં ગ્રાંડ રિસેપ્શન રાખવામાં આવશે. લગ્ન બાદ બંને ફ્રાંસની રાજધાની પેરિસમાં હનીમૂન માટે જશે.

પહેલાં ચર્ચા હતી કે સોનમ અને આનંદ જોધપુર અથવા ઉદયપુરમાં લગ્ન કરવાના છે. એ પછી જિનીવાની પણ ચર્ચા હતી. હવે માહિતી મળે છે કે સોનમ અને આનંદ મુંબઈમાં જ 6 અને 7 મેના રોજ લગ્ન કરશે. સોનમની ફિલ્મ વીરે દી વેડિંગના રિલીઝ પહેલા જ આ લગ્ન કરી લેવાશે. આ ખાસ લગ્નમાં 150 લોકો જ શામેલ થશે. મુંબઈમાં એટલા માટે લગ્નનો પ્લાન કર્યો છે કે, જેથી કરીને વડીલોના આશીર્વાદ લઈ શકાય. મુંબઈમાં જ લગ્ન હોવાને કારણે કપૂર ફેમિલીમાં ખુશીની લાગણી છવાઈ છે. આ લગ્ન જુહૂ કે બાંદરાની હોટેલમાં થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news