Dev Anand ના કાળા કપડાં પહેરવા પર કેમ હતો પ્રતિબંધ? જાણો તેમની પ્રેમિકા સુરૈયાને કેમ આજીવન રહેવું પડ્યું કુંવારી

આ આર્ટીકલમાં વાત કરીશું એક એવા અભિનેતાની જેમણે અનેક લોકોને ફિલ્મોમાં બ્રેક અપાવીને એમની જિંદગી બનાવી દીધી. જે જેકીદાદાના પણ પહેવાય છે ગોડફાધર. તેમની પ્રેમકહાની પણ હતી દિલચસ્પ. દેવ આનંદે સુરૈયાને કર્યો અનહદ પ્રેમ, તો પછી લગ્ન કેમ કલ્પના કાર્તિક સાથે આ સવાલોના જવાબ જાણવા તમારે આર્ટીકલ વાંચવો પડશે.

Dev Anand ના કાળા કપડાં પહેરવા પર કેમ હતો પ્રતિબંધ? જાણો તેમની પ્રેમિકા સુરૈયાને કેમ આજીવન રહેવું પડ્યું કુંવારી

ઝી બ્યૂરો, અમદાવાદઃ 'મુજસે પહેલી સી મહોબ્બત મેરે મહેબૂબ ન માગ' ફૈઝના આ શબ્દો છે, આ શબ્દો પરથી સમજાય છે કે દરેક પ્રેમકહાની સફળ રહેતી નથી. અધૂરી રહી જતી પ્રેમકહાની ઘણા લોકો હ્રદયના એક ખૂણામાં સાચવીને આગળ વધી જતા હોય છે, તો કોઈ અધૂરા પ્રેમને પોતાનું નસીબ માની ત્યાજ જીવન થંભાવી જાય છે. વાત આવી જ એક પ્રેમકહાનીની છે, જે અધૂરી રહી ગઈ, આ કહાની છે દેવ આનંદ અને સુરૈયાની...

No description available.

દેવ આનંદ એક એવા અભિનેતા જેના કાળા કપડા પહેરવા પર રોક હતી, આ અભિનેતાની પ્રેમકહાની પણ તેટલી જ દિલચસ્પ છે. કહેવાય છેકે, જ્યારે દેવ આનંદ કાળા રંગના કપડાં પહેરતા હતા ત્યાં ખુબ જ સુંદર લાગતા હતા અને હજારો લાખો યુવતીઓ તેમની દિવાની થઈ જતી હતી. ઘણી યુવતીઓ તો મનોમન જ દેવા આનંદને પોતાનો પતિ માની લેતી હતી. તેથી દેવા આનંદને કાળાં રંગના કપડાં પહેરવાથી દૂર રાખવામાં આવતા હતાં.

દેવ આનંદે વર્ષ 1946માં ફિલ્મ 'હમ'થી ડેબ્યૂ કર્યું. દેવ આનંદે જ્યારે ફિલ્મોમાં કામની શરૂઆત કરી ત્યારે સુરૈયા ખૂબ પ્રસિદ્ધ અભિનેત્રી હતી. ફિલ્મના પહેલા સીનમાં જ દેવ આનંદ અને સુરૈયા એકબીજાને દિલ આપી ચૂક્યા. સેટ પર બંને એકબીજાને જ શોધતા રહે. દેવ આનંદ સુરૈયાને ખૂબ જ પ્રેમ કરવા લાગ્યા.
સુરૈયા દેવને તેની પસંદગીની નોવેલના હિરો 'સ્ટીવ'ના નામથી બોલાવતી હતી. તો દેવ આનંદને સુરૈયાની નાક લાંબી લાગતી હતી જેથી તે સુરૈયાને NOSEY કહીને બોલાવતી. ફિલ્મના સેટથી લઈને દરેક જગ્યાએ દેવ આનંદ અને સુરૈયાના નામ ચર્ચામાં રહેતા. આ વાતની જાણ સુરૈયાની નાનીને થઈ ગઈ.

No description available.

સુરૈયા અને દેવ આનંદ બંને અલગ ધર્મના હતા. સુરૈયાની નાનીને બંને વચ્ચેનો સંબંધ જરા પણ પસંદ નહોતો. દેવ આનંદે સુરૈયાના પરિવારને મનાવવા માટે ખૂબ મહેનત કરી પરંતું તેમના પ્રયત્ન નિષ્ફળ ગયા. દેવઆનંદ સુરૈયાના પ્રેમમાં એટલા ખોવાયેલા હતા કે તેમણે પોતાના મિત્રો પાસેથી રૂપિયા ઉધાર લીધા અને 3 હજાર રૂપિયાની કિંમતની ડાયમંડ રિંગ ખરીદી. સુરૈયા આ રિંગ પોતાના અંગૂઠા પર પહેરી રાખતી. દેવ આનંદે રિંગ આપી હોવાની સુરૈયાની નાનીને જાણ થતા તેમણે રિંગ છીનવી લીધી. તે રાત્રે સુરૈયા ખૂબ રડી હતી.આખરે દેવ આનંદે અભિનેત્રી કલ્પના કાર્તિક સાથે લગ્ન કરી લીધા.

દેવ આનંદે અભિનેત્રી સુરૈયાને અનહદ પ્રેમ કર્યો પરંતું લગ્ન કલ્પના કાર્તિક સાથે કરવા પડ્યા એ પણ એક મોટો સવાલ છે. ઉલ્લેખનીય છેકે, તે સમયે દેશમાં કોમ્યુનલ માહોલ હતો અને સ્થિતિ વધુ વણસી શકે એમ હતી. કારણકે, દેવાનંદ હિન્દુ હતા અને તે જેને પ્રેમ કરતા હતા તે અભિનેત્રી સુરૈયા મુસ્લિમ હતી. કહેવાય છેકે, દેશમાં કોઈપણ પ્રકારની અરાજકતા ન ફેલાય અને લોકોમાં ખોટો સંદેશો ન જાય તે આશયથી દેવાનંદે સુરૈયા સાથે લગ્ન કરવાનુું માંડી વાળ્યું હતું. દેવ આનંદ તો જીવનમાં આગળ વધી ગયા પરંતું સુરૈયા દેવ આનંદની યાદોમાંથી બહાર આવી શકી નહીં. સુરૈયા આખી જિંદગી અવિવાહિત રહી. 31 જાન્યુઆરી વર્ષ 2004ના દિવસે 74 વર્ષની ઉમરે સુરૈયાએ દુનિયાને અલવિદા કીધું. દુ:ખની વાત હતી કે દેવ આનંદ તેના અંતિમ દર્શન કરવા પણ નહોંતા પહોંચ્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news