VIDEO : સુસ્મિતા સેને દીકરીઓ સાથે દુર્ગા પંડાલમાં કર્યો 'ધુનુચી નાચ', તમે પણ જુઓ

મિસ યુનિવર્સનો ખિતાબ જીતનારી સુસ્મિતા સેને 'દસ્તક' ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી

VIDEO : સુસ્મિતા સેને દીકરીઓ સાથે દુર્ગા પંડાલમાં કર્યો 'ધુનુચી નાચ', તમે પણ જુઓ

નવી દિલ્હી : નવરાત્રિના પાવન પર્વને આખા દેશમાં ભક્તિભાવથી સેલિબ્રેટ કરવામાં આવે છે. બંગાળીઓ આ સમય દરમિયાન ધામધૂમથી દુર્ગા પૂજાની ઉજવણી કરે છે અને તેમનું સેલિબ્રેશન પરંપરાગત 'ધુનુચી નાચ' વગર પુરું નથી થતું. આ માહોલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે પોતાની દીકરીઓ અલિશાહ અને રિની સાથે દુર્ગા પૂજાના પંડાલ સામે 'ધુનુચી નાચ' કરતી નજરે ચડી રહી છે. 

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

બંગાળના આ ટ્રેડિશનલ ડાન્સ દરમિયાન સુસ્મિતા સાડીમાં બહુ ખૂબસુરત લાગી રહી છે. આ પૂજામાં તેનો સાથ મોટી દીકરી રિની આપી રહી છે જ્યારે નાની દીકરી આલિશાહ આ ડાન્સ શીખવાનો પ્રયાસ કરી રહી છે. સુસ્મિતાએ 25 વર્ષની વયે મોટી દીકરી રિનીને દત્તક લીધી હતી અને પછી નાની દીકરીને દત્તક લીધી હતી. સુસ્મિતા અવારનવાર દીકરીઓ સાથેના વીડિયો અને તસવીરો પોસ્ટ કરે છે.

બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેન હાલમાં પોતાની રિલેશનશીપને કારણે ચર્ચામાં છે. અફવા છે કે હાલમાં મોડલ રહોમન શોલ અને સુસ્મિતા સેન ડેટિંગ કરી રહ્યા છે. જોકે આ વાતની હજી સુધી પુષ્ટિ નથી થઈ શકી. સુસ્મિતા અને રહોમન હાલમાં એક ફેશન શોમાં સાથેસાથે જોવા મળ્યા હતા અને તેમની નિકટતા જોઈને અંદાજ લગાવી શકાય છે કે બંનેના સંબંધો મિત્રતા કરતા વિશેષ છે. સુસ્મિતા અને રહોમન હાલમાં જ મળ્યા છે અને એટલે પોતાની રિલેશનશીપનો લોકો સામે ખુલાસો નથી કરી રહ્યા. મીડિયા પોર્ટલ સ્પોટબોય પ્રમાણે સુસ્મિતાની દીકરીઓ રિની અને અલિશાહ સાથે રોહમનની સારી એવી મિત્રતા થઈ ગઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news