તનુશ્રીએ મનસે પાર્ટી માટે કહ્યું એવું કે, ગુસ્સાથી લાલપીળા થઈ જશે રાજ ઠાકરે

તનુશ્રીએ કહ્યું કે, ચારેય આરોપીએ એક્ટર નાના પાટેકર, કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, ડાયરેક્ટર રાકેશ સારંક અને પ્રોડ્યુસર સામી સિદ્દીકી ઉપરાંત સેટ પર હાજર રહેલા તેમના સમર્થકો પણ ખોટી વાત ફેલાવી રહ્યાં છે.

તનુશ્રીએ મનસે પાર્ટી માટે કહ્યું એવું કે, ગુસ્સાથી લાલપીળા થઈ જશે રાજ ઠાકરે

નવી દિલ્હી : બોલિવુડ એક્ટર નાના પાટેકર પર છેડતીનો આરોપ લગાવ્યા બાદ હવે તનુશ્રી દત્તાએ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પર શાબ્દિક હુમલો કર્યો છે. તનુશ્રીએ મનસેની સરખામણી આઈએસઆઈએસ અને અલકાયદા જેવી આતંકવાદી સંગઠનો સાથે કરી છે. 

તનુશ્રીએ કહ્યું કે, મનસે માત્ર એક પાર્ટી નથી, પરંતુ તેની વિચારધારા અલકાયદા અને આઈએસઆઈએસ જેવા આતંકવાદી સંગઠન જેવી છે. તેની વિચારધારા હિંસક, વિઘટનકારી, સાંપ્રદાયિક અને અસહિષ્ણુ છે. કોઈ પણ આ વિશે કહી શકે છે. તનુશ્રીએ આરોપ લગાવ્યો છે કે, વર્ષ 2008માં ફિલ્મ ‘હોર્ન ઓકે પ્લીઝ’ના સેટ પર નાના પાટેકરે તેની સાથે ગંદી હરકત કરી હતી. જ્યારે તેણે આ ફિલ્મની ઓફર નકારી કાઢી હતી, તો નાનાએ મનસેના સમર્થકોને બોલાવીને તેના પર હુમલો કરાવ્યો હતો. 

‘આશિક બનાયા આપને’ ફિલ્મથી હિટ થયેલી એક્ટ્રેસે જણાવ્યું કે, કહેવાય છે કે, મારા માટે ભીડને એવી રીતે ચઢાવવામાં આવી અને મીડિયાને તેનું કવરેજ આપવાની વાતચીત કરાઈ. જ્યારે કે તે ખોટું છે. આરોપને છુપાવવા માટે મારા વિશે ખોટુ ફેલાવવામાં આવી રહ્યું છે. હું તમને નિવેદન કરીશ કે, એ ઘટનાનો જુનો વીડિયો કાઢીને જુઓ.

— Abhi (@Nakshh_) October 1, 2018

તનુશ્રીએ કહ્યું કે, ચારેય આરોપીએ એક્ટર નાના પાટેકર, કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય, ડાયરેક્ટર રાકેશ સારંક અને પ્રોડ્યુસર સામી સિદ્દીકી ઉપરાંત સેટ પર હાજર રહેલા તેમના સમર્થકો પણ ખોટી વાત ફેલાવી રહ્યાં છે. મારા પર હુમલો કરવા માટે ભીડને બોલવનારી મનસે પાર્ટીએ પણ ખોટી અફવા ફેલાવી હતી. 

શું છે તનુશ્રીનો આરોપ
એક્ટ્રેસ તનુશ્રીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘હોર્ન ઓકે પ્લીઝ’ ફિલ્મમાં એક ગીતના શુટિંગ દરમિયાન એક્ટર નાના પાટેકરે મારી છેડતી કરી હતી. જ્યારે મેં આ વિશે પ્રોડ્યુસર-ડાયરેક્ટરને કહ્યું કે, આ વ્યક્તિ (નાના પાટેકર) મને પકડીને ખેંચી રહ્યો છે અને ડાન્સ શીખવી રહ્યો છે, તો તેમણે મારી ફરિયાદ સાંભળવાને બદલે મારી સામે ડિમાન્ડ રાખી કે તેઓ હવે આ ગીતમાં મારી સાથે ઈન્ટીમેટ સીન કરવા માંગે છે. સોશિયલ મીડિયા પર તનુશ્રીના આરોપોની જોરદાર ચર્ચા થઈ રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news