'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'ના કલાકારો પ્રથમવાર એકસાથે, અનુપમ ખેરે શેર કરી તસ્વીરો

ભારતીય નીતિ વિશ્લેષક સંજય બારૂએ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના જીવન પર આધારિક પુસ્તક 'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર', ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહ લખ્યું છે. 
 

  'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'ના કલાકારો પ્રથમવાર એકસાથે, અનુપમ ખેરે શેર કરી તસ્વીરો

નવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહ પર આધારિત ફિલ્મ 'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' જલ્દી રિલીઝ થવાની છે. આ ફિલ્મનો એક ફોટો સામે આવ્યો છે. જેમાં આ ફિલ્મના તમામ સ્ટાર કાસ્ટ એકસાથે દેખાઈ રહ્યાં છે. આ ફોટોમાં વડાપ્રધાન મનમોહન સિંહથી લઈને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, ડો. કર્ણ સિંહ કોંગ્રેસના ઘણા નેતાઓ દેખાઈ રહ્યાં છે. આ તસ્વીર તે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રહેલા અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. 

ભારતીય નીતિ વિશ્લેષક સંજય બારૂએ પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના જીવન પર આધારિક પુસ્તક 'ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર', ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહન સિંહ લખ્યું છે. સંજય બારૂ તેમના મીડિયા સલાહકાર પણ રહ્યાં છે. હંસમ મહેલાએ આ પુસ્તક પર ફિલ્મ બનાવી છે અને દિગ્દર્શન વિજય રત્નાકાર ગુટ્ટેએ કર્યું છે. આ ફિલ્મમાં અનુપમ ખેરે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો રોલ કર્યો છે. સમય સમય પર ફિલ્મના અન્ય કલાકારોના ફોટો મીડિયામાં આવતા રહ્યાં છે, પરંતુ આ પ્રથમવાર છે કે જ્યારે તમામ સ્ટાર કાસ્ટ એક ફ્રેમમાં છે. 

— Anupam Kher (@AnupamPKher) July 23, 2018

અનુપમ ખેરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ફિલ્મની કેટલિક તસ્વીરો શેર કરી છે. ફિલ્મમાં દિવ્યા શેઠ શાહે પીએમ મનમોહન સિંહની પત્ની ગુરશરણ કૌરની ભૂમિકા ભજવી છે. અર્જુન માથુર રાહુલ ગાંધી બન્યા છે અને અહાના કુમરા પ્રિયંકા ગાંધીના રૂપમાં જોવા મળશે. રામ અવતાર ભારદ્વાજે અટલજીની ભૂમિકા ભજવી છે. સોનિયા ગાંધીનો કિરદાર જર્મનીની એક કલાકાર સુજૈન બર્નર્ટે કર્યો છે. 

સોશિયલ મીડિયા પર આ તસ્વીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ વર્ષના અંતમાં રિલીઝ થશે. મહત્વનું છે કે સંજય બારૂનું પુસ્તક રિલીઝ થયા બાદ રાજકીય રસ્તાઓમાં ખૂબ હંગામો પણ થયો હતો. કારણ કે લેખકે પુસ્તકમાં લખ્યું છે કે ડો. મનમોહન સિંહ માત્ર દેખાડાના વડાપ્રધાન હતા. તેમનું મંત્રીમંડળ અને ત્યાં સુધી કે વડાપ્રધાન કાર્યાલય તેમના નિયંત્રણમાં ન હતું. દેશની સત્તા સોનિયા ગાંધીના ઘરેથી ચાલતી હતી. કારણ કે વડાપ્રધાનથી વધુ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પાસે વધુ શક્તિ હતી અને મનમોહન સિંહ તેમના સહાયક હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news