શાહરૂખની ZEROના આ પાંચ ડાયલોગે TRAILER બનાવ્યું જબરદસ્ત

21 ડિસેમ્બરના રોજ રીલિઝ થનારી આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં છે, સલમાન ખાન પણ એક કેમિયો કરવાનો છે 

શાહરૂખની ZEROના આ પાંચ ડાયલોગે TRAILER બનાવ્યું જબરદસ્ત

નવી દિલ્હીઃ બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનના જન્મ દિવસે તેની આગામી ફિલ્મ 'ઝીરો'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આમ તો શાહરૂખે પોતાના પ્રશંસકોને પહેલા જ જણાવી દીધું હતું કે તેના જન્મદિવસે 'ઝીરો'નું ટ્રેલર લોન્ચ કરવામાં આવશે. 

રોમાન્સનો બાદશાહ કહેવાતો શાહરૂખ આનંદ.એલ. રાય નિર્દેશિત આ ફિલ્મમાં એક ઠીંગણા કદનો વ્યક્તિ બન્યો છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની સાથે અનુષ્કા શર્મા અને કેટરિના કૈફની જોડી પણ દેખાવાની છે. 

ફિલ્મ 'ઝીરો'ના ટ્રેલરને તેમાં રજૂ કરાયેલા પાંચ ડાયલોગ જબરદસ્ત બનાવે છે. તમે પણ આ ડાયલોગ જાણીને થઈ જશો ખુશ અને વારંવાર બોલવા લાગશો. 

38કી ઉંમ્ર મેં જો લોક કુંવારે ઘુમતે હૈં... ઉન્હેં બારિશ સે ડર નહીં લગતા. (ફોટો સાભારઃ વીડિયો ગ્રેબ,યુટ્યુટબ)

તુમ્હૈં કૈસે લગા કિ તુમ મુઝસે શાદી કર સકતે હો? શાદી કિસે કરની થી... હમારે યહાં પ્લોટ દેખને કે પૈસે થોડી ન લગતે હૈં. (ફોટો સાભારઃ વીડિયો ગ્રેબ,યુટ્યુટબ)

એક વહી તો થી જિસકી આંખોં મેં આંખેં ડાલકર મૈં બાત બોલ સકતા થા... વો મેરે બરાબર થી, મૈં ઉસકે બરાબર... (ફોટો સાભારઃ વીડિયો ગ્રેબ,યુટ્યુટબ)

અગર ઉસકે સાથ હોતા ન તો જિંદગી બરાબરી કી કટતી, પર ઝિંદગી કાટની કિસે થી... હમેં તો જીની થી. (ફોટો સાભારઃ વીડિયો ગ્રેબ,યુટ્યુટબ)

હમ કિસી કે બરાબર હો સકેં... યે સપના ભગવાનને હમારા છીન લિયા થા... બદલે મેં, હમને ભગવાન સે ભી પુરે હિન્દુસ્તાન કા સપના છીન લિયા. (ફોટો સાભારઃ વીડિયો ગ્રેબ,યુટ્યુટબ)

ઉલ્લેખનીય છે કે, 'ઝીરો'ના ટ્રેલરની શરૂઆતમાં બબુઆના પાત્રમાં દેખાતો શાહરૂખ ખાન પોતાના લગ્ન માટે છોકરી શોધતો હોય છે. ઠીંગણા કદનો બબુઆ પોતાનાં લગ્ન માટે જે છોકરી એટલે કે અનુષ્કા શર્માને જોવા પહોંચે છે, ત્યારે તે વ્હિલચેરમાં બેઠી હોય છે. 

તેમ છતાં તેને તે પ્રેમ કરવા લાગે છે. તેની સાથેની ચર્ચામાં બબુઆ કહે છે કે, 'ઝિંદગી કાટની કિસે થી...' અને પછી એન્ટ્રી થાય છે કેટરિના કૈફની. ફિલ્મનું આખું ટ્રેલર જોવા માટે અહીં ક્લિક કરો... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news