વાયરલ થયો મિસ વર્લ્ડનો આ Video, લોકોને પસંદ આવ્યો માનુષીનો આ અંદાજ

માનુષી પારંપરિક ડાંસ કરતી જોવા મળી રહી છે. માનુષીએ આ વીડિયોમે તેના સોશિયલ નેટવર્કિંગ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

વાયરલ થયો મિસ વર્લ્ડનો આ Video, લોકોને પસંદ આવ્યો માનુષીનો આ અંદાજ

નવી દિલ્હી: 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર માનુષી છિલ્લર હાલમાં ચીનામાં છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયામાં માનુષી પારંપરિક ડાંસ કરતી જોવા મળી રહી છે. માનુષીએ આ વીડિયોમે તેના સોશિયલ નેટવર્કિંગ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. 15 કલાક પહેલા પોસ્ટ કરેલો આ વીડિયો અત્યાર સુધીમાં 9 લાખથી વધારે વાર જોવામાં આવ્યો છે. લોકોને માનુષીનો આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો ચે. વીડિયોમાં માનુષીના ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યાં છે.

તમને જણાવી દઇએ કે એક ઇન્ટરવ્યૂમાં માનુષીએ જણાવ્યું હતું કે જો તેને સારો તક મળશે તો તે બોલીવુડમાં આવવા માટે પણ તૈયાર છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે બોલીવુડમાં આવવાનું સપનું માનુષીનું મિસ વર્લ્ડ બનતા પહેલા જ થી છે. તો હવે જોવાનું એ રહેશે કે માનુષીનું આ સપનું ક્યારે સાચું પડે છે અને ક્યારે તે મોટા પરદા પર જોવા આવશે. માનુષીને નૃત્ય, ગીત, કવિતા લખવી અને ચિત્રકારી કરવાનો શોખ છે. તેના મુજબ, કઇપણ કરવાની કોઇ સીમા હોતી નથી. આપણે સીમાથી ઉપર છીએ અને આપણા સપના પણ અનંત છે. આપણે પોતાની જાત પર ક્યારેય શંકા કરવી જોઇએ નહીં.

માનુષીના માતા-પિતાના આ વિચારની સાથે હરિયાણામાં તેનો ઉછેર થયો, જે 2011ની જનગણનામાં સૌથી ખરાબ જાતિ ગુણોત્તરવાળુ રાજ્ય છે. માનુષીની માનીએ તો તે હમેશાંથી નસીબદાર રહી છે. માનુષીના જણાવ્યા અનુસાર, હું નસીબદાર છું કેમકે ક્યારેય પણ મારે મારા માતા-પિતાને કહેવું પડ્યું નથી કે મારે શું કરવું છે. તેઓને ખબર હતી કે હું શું ઇચ્છું છું. નાનપણથી તેઓ મને કહેતા, કઇપણ કરવાની કોઇ સીમા નથી હોતી. પોતાના સપનાઓને પુરા કરવા સાહસી બનો. મારી સાથે પણ બસ આજ થયું છે. મને ક્યારે પણ એવું નથી લાગ્યું કે હું આ નહીં કરી શકું. માટે આ વિચારવું મારા માટે ફાયદામંદ સાબીત થયું છે.

માનુષીએ વધુમા જણાવ્યું કે હું એવા પરિવારમાંથી આવું છું, જ્યાં લોકો શિક્ષણ પર વિશ્વાસ કરે છે અને તેઓ મનોરંજન ઉદ્યોગ અથવા સૌંદર્ય પ્રતિયોગિતામાં પગ મુકાત નથી. તેના પરિવાર અને મિત્રોમાંથી મોડલિંગની દુનિયામાં આવનારી પ્રથમ વ્યક્તિ છે. માનુષી જ્યાં ચિકિત્સા વિજ્ઞાનનું ભણી રહી છે. ત્યાં તેની બહેન વકિલાતમાં અધ્યયનરત છે અને તેનો નાનો ભાઇ અત્યારે સ્કુલમાં છે. હાલમાં જ 20 વર્ષની માનુષી દિલ્હીની સેંટ થોમસ સ્કૂલ અને સૌનીપતની ભગત ફૂલ સિંહ ગર્વમેન્ટ મેડિકલ કોલેજમાં ફોર વિમેનનો અભ્યાસ કર્યો છે. મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પહેલા હરિયાણાની માનુષી છિલ્લરને 54મી ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2017નો ખિતાબ જીતી હતી. આ પ્રતયોગિતામાં જમ્મુ અને કાશ્મીરની સના દુઆ પહેલી રનર-અપ તેમજ બિહારની પ્રિયંકા કુમારી થર્ડ રનર-અપ જાહેર કરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news