VIDEO : 'દશહરા' ફિલ્મના ટ્રેલરે મચાવી ધૂમ, નીલે જીતી લીધું બધાનું દિલ

આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન સિકવન્સ છે

VIDEO : 'દશહરા' ફિલ્મના ટ્રેલરે મચાવી ધૂમ, નીલે જીતી લીધું બધાનું દિલ

નવી દિલ્હી : બોલિવૂડ ફિલ્મ 'દશહરા'નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મની પહેલી ઝલકમાં એક્ટર નીલ નીતિન મુકેશ અને અન્ય કો-સ્ટાર્સની દમદાર એક્ટિંગ એક સારી ફિલ્મના સંકેત આપે છે. ફિલ્મના એક્શન દ્રશ્યો જબરદસ્ત છે. પ્રોડ્યુસર્સે માહિતી આપી છે કે 'દશહરા' 2018ની સૌથી સારી એક્શન ફિલ્મ બની શકે છે કારણ કે એમાં ઇમોશનલ એન્ગલ, સીરિયસ સ્ટોરી અને જબરદસ્ત એક્શન સિકવન્સ છે. 

મનીષ વાત્સલ્યની 'દશહરા'માં નીલ નીતિન મુકેશે પોતાની 11 વર્ષની ફિલ્મી કરિયરમાં પહેલીવાર પોલીસ અધિકારીનો રોલ ભજવ્યો છે. ફિલ્મમાં ટીના દેસાઇ અને ગોવિંદ નામદેવ પણ મહત્વના રોલમાં છે. ફિલ્મી વાર્તા સૌરભ ચૌધરીએ લખી છે અને રશ પ્રોડક્શનના બેનર હેઠળ ફિલ્મનું નિર્માણ અપર્ણા એસ. હાઉસિંગે કર્યુ છે.

'દશહરા' ક્રાઇમ અને પોલિટીક્સની છાંટવાળું રાજકીય થ્રિલર છે. આ ફિલ્મમાં રાજનેતા, માફિયા નેટવર્ક, ક્રાઇમ, ચાલાક રાજનેતા તેમજ અપરાધીઓની સાંઠગાંઠ દેખાડવામાં આવી છે. આ ફિલ્મ એક ઇમાનદાર આઇપીએસ ઓફિસરની વાર્તા છે જે સંજોગોના ચક્રવ્યુહમાં ફસાઇ જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news