Karan Mehra-Nisha Rawal ના ભયંકર ઝઘડા વચ્ચે અચાનક વાયરલ થયો બેડરૂમ Video, જેણે જોયો તેને લાગ્યો આઘાત

નિશા રાવલ અને કરણ મહેરાનો વાયરલ થઈ રહ્લો આ બેડરૂમ વીડિયો ખુદ નિશાએ જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.

Karan Mehra-Nisha Rawal ના ભયંકર ઝઘડા વચ્ચે અચાનક વાયરલ થયો બેડરૂમ Video, જેણે જોયો તેને લાગ્યો આઘાત

નવી દિલ્હી: 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં નૈતિકની ભૂમિકા ભજવનારા અભિનેતા કરણ મહેરા અને તેની પત્ની નિશા રાવલના સંબંધમાં ખુબ ખટાશ આવી ગઈ છે. બંને કલાકારો લગ્નજીવનમાં કંકાસને લઈને ખુબ ચર્ચામાં છે. હાલમાં જ નિશા રાવલની ફરિયાદના પગલે કરણ મહેરાની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. જો કે ત્યારપછી તરત જામીન પર છૂટકારો પણ થઈ ગયો હતો. કરણની પત્ની નિશાએ તેના વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે. બંનેનો આ ઝઘડો હવે રસ્તા પર આવી ગયો છે જે ઓછો થવાની જગ્યાએ દિન પ્રતિદિન વધી રહ્યો છે. તેમના આ ઝઘડામાં હવે તેમના મિત્રો અને કલાકારો પણ ખુલીનો પોતાનો પક્ષ રજુ કરી રહ્યા છે. કોઈ નિશાને સપોર્ટ કરે છે તો કોઈ કરણને. જો કે હવે કરણ અને નિશાનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે વીડિયોની હાલ ખુબ ચર્ચા છે. 

નિશા રાવલ અને કરણ મહેરાનો વાયરલ થઈ રહ્લો આ બેડરૂમ વીડિયો ખુદ નિશાએ જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે નિશા કરણ સાથે જે મુદ્દે વાત કરી રહી છે તેમા કરણને બિલકુલ રસ નથી. તે નિશાની વાતો પર જવાબ આપવાની કરણની રીત ખુબ જ આશ્ચર્યજનક જોવા મળી રહી છે. આ દરમિયાન નિશા કહે છે કે લોકો આપણને જોવા માંગે છે. ચલો ફની વીડિયો બનાવીએ. પરંતુ કરણ વીડિયો બનાવવા માટે નિશાની વાત માનવાની ના પાડી દે છે. પછી નિશા કહે છે કે ચલો આપણે રિલેશનશીપ પર જ વાત કરીએ પરંતુ કરણ જરાય રસ દાખવતો નથી અને વારંવાર પોતાનો ફેસ છૂપાવવાની કોશિશ કરે છે. બંનેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

અત્રે જણાવવાનું કે તાજેતરમાં જ બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતે પણ કરણ અને નિશા અંગે પોતાનું રિએક્શન આપ્યું હતું. હકીકતમાં પત્રકારો સાથે વાત કરતા રાખી સાવંતનો એક વીડિયો વાયરલ થયો હતો. આ દરમિયાન રાખી કહેતી જોવા મળી કે નિશા અંગે સાંભળીને ખુબ દુખી છું. તે કહે છે કે બધુ સાંભળીને હવે લગ્ન પરથી ભરોસો ઉઠી ગયો છે. 

વીડિયોમાં રાખી એમ પણ કહેતી જોવા મળે છે કે 'હું ખુબ દુખી છું. મારો લગ્ન પરથી ભરોસો ઉઠી ગયો છે. અમે લોકો અમેરિકા ગયા હતા ચાર પાંચ વર્ષ પહેલા. એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. તે દર વર્ષે કરણ માટે કરવાચૌથનું વ્રત કરતી હતી. હાથમાં મહેંદી મૂકતી હતી. તેમનો એક નાનકડો પુત્ર પણ છે. તેને કેટલું વાગ્યું છે, માથા પરથી લોહી વહેતું હતું (નિશામાટે કહે છે)'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news