ધ્રૂસકે-ધ્રૂસકે રડતી જોવા મળી Urfi Javed, Video જોઈ ચિંતામાં મુકાયા ફેન્સ

Urfi Javed Video: ઉર્ફી જાવેદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ફોનને જોઈને રડી રહી છે. 
 

ધ્રૂસકે-ધ્રૂસકે રડતી જોવા મળી Urfi Javed, Video જોઈ ચિંતામાં મુકાયા ફેન્સ

નવી દિલ્હીઃ ટીવી અભિનેત્રી અને બિગ બોસ ઓટીટી  (Bigg Boss OTT) ફેમ ઉર્ફી જાવેદ (Urfi Javed) આ દિવસોમાં સોશિયલ મીડિયામાં છવાયેલી છે. તેનો બિંદાસ અને ફેશનેબલ અંદાજ લોકોને ખુબ પસંદ આવે છે. પરંતુ હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં અભિનેત્રી ધ્રૂસકે-ધ્રૂસકે રડતી જોવા મળી રહી છે. આ વીડિયોને જોઈ ઉર્ફી જાવેદના ફેન્સ ટેન્શનમાં આવી ગયા છે. 

કેમ રડી રહી છે ઉર્ફી જાવેદ
આમ તો ઇન્ટરનેટ સેન્સેશન ઉર્ફી જાવેદનો દરેક વીડિયો (Urfi Javed Video) સોશિયલ મીડિયા પર વાયરલ થતો રહે છે. પરંતુ વિરલ ભાયાણીની વોલ પર શેર કરવામાં આવેલો વીડિયો ખુબ ચર્ચામાં છે. આ વીડિયોમાં ઉર્ફી એક યુવક સાથે બેઠી છે અને પોતાના ફોનને જોઈ રડવા લાગે છે. ઉર્ફી વારંવાર પોતાના ફોન તરફ હાથથી ઇશારો કરતી રહે છે. પરંતુ તે કેમ રડી રહી છે, તે વાત રહસ્યમય છે. જુઓ વીડિયો..

લોકોએ વ્યક્ત કરી ચિંતા
ઉર્ફી જાવેદનો આ વીડિયો જોઈને ફેન્સ તેની ચિંતા કરી રહી છે. કોઈ બોલી રહ્યું છે કે તેનો ફોન તૂટી ગયો તો કોઈ કહી રહ્યું છે કે તેણે ટ્રોલ થતી કોમેન્ટ વાંચી છે. કોઈ પૂછી રહ્યું છે કે ઉર્ફીનું બ્રેકઅપ તો નથી થઈ ગયું ને? પરંતુ તે શા કારણે રડી રહી છે તે જાણવા મળ્યું નથી. 

હોટ વીડિયોએ લગાવી આગ
આ પહેલા ઉર્ફી જાવેદના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. તેમાં તે એક બ્રાલેટની સાથે હાઈ સ્લિટ સ્કર્ટમાં નજર આવી રહી હતી. મહત્વનું છે કે ઉર્ફી જાવેદે 2016માં બડે ભૈયા કી દુલ્હનિયા સીરિયલથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પર્દાપણ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news