VIDEO: અક્ષય કુમારે કહ્યું ભારત નહીં કેનેડા છે 'ફર્સ્ટ હોમ'! ટ્વીટર પર થયો ટ્રોલ

આ દિવસોમાં અક્ષય કુમાર રજનીકાંતની સાથે બ્લોક બસ્ટર 2.0મા વિલનની ભૂમિકામાં ખૂબ પસંદ થઈ રહ્યો છે. 

VIDEO: અક્ષય કુમારે કહ્યું ભારત નહીં કેનેડા છે 'ફર્સ્ટ હોમ'! ટ્વીટર પર થયો ટ્રોલ

નવી દિલ્હીઃ બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર તેની દેશભક્તિ ફિલ્મો માટે જાણીતો છે. હાલમાં તેણે રજનીકાંતની સાથે 2.0ના માધ્યથી પોતાના અત્યાર સુધીની સૌથી કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ નોંધાવ્યો છે. પરંતુ હાલમાં કેનેડામાં એક સંબોધન કરતા અક્ષયે કેનેડામાં વસવાની વાત કરી. આ વાતથી તેના હિંદુસ્તાની પ્રશંસકો નારાજ છે. 

અક્ષય કુમારે રાષ્ટ્રહિતના મુદ્દા ઉઠાવનારી ફિલ્મો જેમ કે, ટોયલેટ એક પ્રેમ કથા, એયરલિફ્ટ, ગોલ્ડ વગેરે કરી છે. પરંતુ તેણે કેનેડામાં પોતાના ફેન્સ સાથે વાત કરતા કહ્યું કે, ટોરેન્ટો તેનું ઘર છે. તે બોલીવુડમાંથી નિવૃત થયા બાદ અહીં પોતાનું ઘર વસાવશે. 

મહત્વનું છે કે, અક્ષયની કેનેડાની નાગરિકતાને લઈને ઘણીવાર સવાલ કે નિશાન લગાવવામાં આવ્યા છે. તેના વિકિપીડિયા પ્રોફાઇલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, તે ભારતમાં જન્મેલો કેનેડિયન અભિનેતા છે. પરંતુ તેની આ વાત સાંભળીને ભારતીય ફેન્સને ગુસ્સો આવી ગયો હતો. અક્ષય આ વાત પર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. 

લોકો કહી રહ્યાં છે ગદ્દાર
આ વીડિયો પર કોમેન્ટમાં લોકો અક્ષય કુમારને ગદ્દાર સુધી કહેવા પર આવી ગયા છે. કોઈએ કહ્યું કે, જોઈ લો દેશભક્તિને કેમ કેશ કરવામાં આવે છે, તો કોઈ કહી રહ્યું છે, કેનેડા માતાની જય. એટલું જ નહીં આ વીડિયો અત્યાર સુધી સોશિયલ મીડિયા પર ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. જુઓ આ વીડિયો... 

— History of India (@RealHistoryPic) December 23, 2018

નોંધનીય છે કે, જ્યારે અક્ષય કુમારે સરકારી યોજનાઓ અને નીતિયો પર પોતાનું સમર્થન વ્યક્ત કર્યું તો, તેની આલોચના થઈ અને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. હાલમાં એક વીડિયો વાયરલ થયો જેમાં અક્ષય કેનેડાના દર્શકોને તે જણાવી રહ્યો છે કે, ટોરેન્ટો તેનું ઘર છે અને તે બોલીવુડમાંથી નિવૃતી બાદ અહીં વસવાની યોજના બનાવી રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news