ભાઈજાનના વર્તનથી ફેન્સ આઘાતમાં, જેણે આ VIDEO જોયો તે સલમાન પર કાળઝાળ!

વાઈરલ વીડિયોમાં જોઈ શકો છો કે સલમાન ખાન એરપોર્ટથી બહાર આવી રહ્યો છે. અચાનક ત્યારે જ એક ફેન પોતાના મોબાઈલથી સલમાન ખાન સાથે તસવીર લેવાનો પ્રયત્ન કરે છે. સલમાન આ જોઈને અચાનક ભડકી જાય છે અને તે પેલા ફેનનો મોબાઈલ પોતાના હાથથી છીનવી લે છે અને મોબાઈલ પોતાની સાથે લઈને જતો રહે છે.

ભાઈજાનના વર્તનથી ફેન્સ આઘાતમાં, જેણે આ VIDEO જોયો તે સલમાન પર કાળઝાળ!

નવી દિલ્હી: બોલિવૂડ (Bollywood) ના દબંગ સલમાન ખાન (Salman Khan)  હાલ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાધે'ના શુટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મને પ્રભુદેવા ડાઈરેક્ટ  કરી રહ્યો છે. આ બધા વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો એક વીડિયો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે. જેને જોઈને જો કે તેના ચાહકોને ખુબ આઘાત લાગ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન તેના ચાહક પર ગુસ્સો કાઢતો જોવા મળી રહ્યો છે. વીડિયો ગોવા એરપોર્ટનો હોવાનું કહેવાય છે. જ્યાં સલમાન ખાન તેના ફેન સાથે ગેરવર્તણૂંક કરી રહ્યો છે. આમ તો સલમાન ખાનને ક્યારે, ક્યાં અને કેવી રીતે ગુસ્સો આવે તે કહેવું મુશ્કેલ છે. 

વાઈરલ વીડિયોમાં જોઈ શકો છો કે સલમાન ખાન એરપોર્ટથી બહાર આવી રહ્યો છે. અચાનક ત્યારે જ એક ફેન પોતાના મોબાઈલથી સલમાન ખાન સાથે તસવીર લેવાનો પ્રયત્ન કરે છે. સલમાન આ જોઈને અચાનક ભડકી જાય છે અને તે પેલા ફેનનો મોબાઈલ પોતાના હાથથી છીનવી લે છે અને મોબાઈલ પોતાની સાથે લઈને જતો રહે છે. ત્યારબાદ શું થાય છે તે વીડિયોમાં દેખાડવામાં આવ્યું નથી. સલમાનની આ હરકતે તેના તે ફેનને નિરાશ કરી દીધો. સલમાન ખાનની હાલ રિલીઝ થયેલી ફિલ્મ દબંગ 3 બોક્સ ઓફિસ પર કઈ ખાસ ઉકાળી શકી નહતી. બોક્સ ઓફિસ પર દબંગ 3 કરતા લોકોએ અક્ષય કુમારની ગુડ ન્યૂઝને વધુ પસંદ કરી હતી. આ જ કારણે ગુડ ન્યૂઝ બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધુ કમાણી કરવામાં સફળ રહી.

A post shared by Arhaan Ansari (@ansariarhaan) on

સલમાન હાલ 'રાધે' ફિલ્મના શૂટિંગમાં ખુબ વ્યસ્ત છે. રાધેમાં તે ફરીથી એકવાર પોલીસ ઓફિસર તરીકે જોવા મળશે. ફિલ્મ 'વોન્ટેડ' બાદ સલમાન આ ફિલ્મ સાથે પ્રભુદેવા જોડે ફરીથી કામ કરવા જઈ રહ્યો છે. ફિલ્મમાં સલમાન ખાન એક ઈન્ટેલિજન્સ પોલીસ અધિકારીની ભૂમિકામાં દર્શકોને જોવા મળશે. આ ફિલ્મ ચાલુ વર્ષે 22 મેના રોજ રિલીઝ થવાની છે. સલમાન ખાનનો ભાઈ સોહેલ ખાન આ ફિલ્મનો નિર્માતા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news