Do Aur Do Pyaar ફિલ્મમાં ફરી જોવા મળશે વિદ્યા બાલનનો બોલ્ડ અવતાર, જુઓ Teaser

Do Aur Do Pyaar Teaser: દો ઔર દો પ્યાર ફિલ્મમાં વિદ્યા બાલન અને પ્રતીક ગાંધી ઉપરાંત ઇલિયાના ડિક્રુઝ અને સેંથિલ રામમૂર્તિ પણ મુખ્ય ભૂમિકામાં છે. ટીઝરમાં જોઈ શકાય છે કે વિદ્યા બાલન અને સેંથિલ એકબીજાના પ્રેમમાં છે

Do Aur Do Pyaar ફિલ્મમાં ફરી જોવા મળશે વિદ્યા બાલનનો બોલ્ડ અવતાર, જુઓ Teaser

Do Aur Do Pyaar Teaser: વિદ્યા બાલન, પ્રતીક ગાંધી અને ઇલિયાના ડિક્રુઝની ફિલ્મ દો ઓર દો પ્યારનું ટીઝર રિલીઝ થયું છે. આ ટીઝર ખૂબ જ મજેદાર છે અને તેમાં ફરી એક વખત વિદ્યા બાલન બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. આ ફિલ્મ 19 એપ્રિલ 2024 ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે. 

દો ઔર દો પ્યાર ફિલ્મમાં વિદ્યા બાલન અને પ્રતીક ગાંધી ઉપરાંત ઇલિયાના ડિક્રુઝ અને સેંથિલ રામમૂર્તિ પણ મુખ્ય ભૂમિકામાં છે. ટીઝરમાં જોઈ શકાય છે કે વિદ્યા બાલન અને સેંથિલ એકબીજાના પ્રેમમાં છે અને ઇલિયાના ડિક્રુઝ તેમજ પ્રતિક ગાંધી એકબીજાને પ્રેમ કરે છે. 

દો ઓર દો પ્યાર ફિલ્મનું નિર્દેશન શીર્ષા ગુહા ઠાકુરતા એ કર્યું છે. આ તેની ડેબ્યુ ફિલ્મ છે. ચર્ચા છે કે દો ઓર દો પ્યાર ફિલ્મ વર્ષ 2017 માં આવેલી વિદેશી ફિલ્મ ધ લવર્સની સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મના ટીઝર પહેલા બુધવારે આ ફિલ્મના બધા જ કલાકારોનો ફર્સ્ટ લુક શેર કરવામાં આવ્યો હતો. 

દો ઔર દો પ્યાર ફિલ્મના ટીઝરને વિદ્યા બાલને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. આ ટીઝર શેર કરીને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, "આ ઉનાળામાં પ્રેમની એવી ગરમી મહેસુસ કરો જે તમને આશ્ચર્યચકિત અને ભ્રમિત કરી થકાવી દેશે." આ ટીઝર પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ખાસ તો વિદ્યા બાલન અને સેંથિલની જોરદાર કેમેસ્ટ્રી જોઈ લોકો ફિલ્મ જોવા આતુર લાગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news