VIDEO : પત્ની ઐશ્વર્યા સાથે ડાન્સ કરનાર અભિષેક પર થઈ પેટ પકડીને હસવું આવે એવી કમેન્ટ્સ, વાંચો

ઇશા અંબાણીની સંગીત સેરેમનીનો વીડિયો વાઇરલ થયો છે

VIDEO : પત્ની ઐશ્વર્યા સાથે ડાન્સ કરનાર અભિષેક પર થઈ પેટ પકડીને હસવું આવે એવી કમેન્ટ્સ, વાંચો

નવી દિલ્હી : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી અને આનંદ પિરામલના 12 ડિસેમ્બરે મુંબઈ ખાતે લગ્ન છે. આ પહેલાં ઉદયપુરમાં પ્રી વેડિંગ સેલિબ્રેશન કરવામાં આવ્યું છે. આ સેલિબ્રેશનના ભાગરૂપે યોજાયેલી સંગીત સંધ્યામાં બોલિવૂડના ટોચના સ્ટાર્સે પર્ફોમન્સ આપ્યું હતું. આ પર્ફોમન્સમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનનો ડાન્સ ઇન્ટરનેટ પર વાઇરલ બન્યો છે. આ ડાન્સમાં અભિષેકની ડાન્સિંગ સ્ટાઇલની ટ્વિટર પર જબરદસ્ત મજાક ઉડાવવામાં આવી રહી છે.

— Filmfare (@filmfare) December 9, 2018

ઉદયપુરમાં દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્રી ઇશા અંબાણીના લગ્નપૂર્વે યોજાયેલી સંગીત સંધ્યામાં બોલિવૂડના ટોચના કલાકારો શાહરૂખ ખાન, આમીર ખાન, ઐશ્વર્યા બચ્ચન, અભિષેક બચ્ચન તથા અંબાણી પરિવારના સભ્યોએ પણ નૃત્ય-ગીતોની મજા માણી હતી. સંગિત સંધ્યામાં શાહરૂખ ખાન અને ગૌરી ખાન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ઈશા અંબાણી અને આનંદ પીરામલ સહિત અનેક લોકોએ ડાન્સ પર્ફોર્મન્સ આપ્યા હતા. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્રી ઈશા અંબાણીના લગ્ન પૂર્વેની પાર્ટીમાં દેશવિદેશથી કોર્પોરેટ-ફિલ્મીજગત તેમજ રમતગમત ક્ષેત્રની હસ્તીઓ સામેલ રહી હતી. તાજેતરમાં જ પોતાના લગ્નમાંથી પરવારેલી પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે અને દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ સાથે નજરે પડી હતી. દરમિયાન હિલેરી ક્લિન્ટન તથા સચિન તેંડુલકરે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રચાયેલા ‘સ્વદેશ બજાર'ની પણ મુલાકાત લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news