ઇશાની હોળી પાર્ટીમાં ગુપચુપ પહોંચ્યા કેટરિના અને વિક્કી પણ અંદર બતાવ્યો અસલી રંગ, Video થયો વાયરલ

દેશના જ નહીં પણ વિશ્વના સૌથી મોટા અને જાણીતા બિઝનેસ મેન અનિલ અંબાણીની દીકરી ઇશા અંબાણીએ પોતાના ઘરે હોળી પાર્ટી રાખી હતી. ઇશાએ આ પાર્ટી શુક્રવારે સાંજે રાખી હતી. આ પાર્ટીમાં બોલીવુડના તમામ સિતારાઓએ હાજરી આપી હતી.

ઇશાની હોળી પાર્ટીમાં ગુપચુપ પહોંચ્યા કેટરિના અને વિક્કી પણ અંદર બતાવ્યો અસલી રંગ, Video થયો વાયરલ

મુંબઈ : દેશના જ નહીં પણ વિશ્વના સૌથી મોટા અને જાણીતા બિઝનેસ મેન અનિલ અંબાણીની દીકરી ઇશા અંબાણીએ પોતાના ઘરે હોળી પાર્ટી રાખી હતી. ઇશાએ આ પાર્ટી શુક્રવારે સાંજે રાખી હતી. આ પાર્ટીમાં બોલીવુડના તમામ સિતારાઓએ હાજરી આપી હતી. હોળી પાર્ટીમાં સામેલ થવા માટે અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને પતિ નિક જોનાસ પણ ભારત પહોંચ્યા. આ અફેરની ચર્ચાઓ વચ્ચે હોળી સેલિબ્રેશન પાર્ટીમાં કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલ પણ પહોંચ્યા. બન્નેનો ઇશા અંબાણીની પાર્ટીમાંથી બન્નેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

A post shared by FAN ACCOUNT (@katrinamykaif) on

બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ (Vicky Kaushal) અને કેટરિના કૈફ (Katrina Kaif)ના અફેયરની ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે. આ બંને પોતાના ડેટિંગના સમાચાર છુપાવવા બહુ પ્રયાસ કરે છે પણ આમ છતાં અનેકવાર બંનેને એકબીજાની કંપની માણતા પકડી પાડવામાં આવ્યા છે. આ બંને વચ્ચે ચાલી રહેલા અફેયરનો ભાંડો હવે કેટરિનાના પાડોશીઓએ ફોડ્યો છે. કેટરિનાના એક પાડોશીએ આપેલી માહિતી પ્રમાણે વિક્કી અનેકવાર કેટરિનાના ઘરે આવતો જતો જોવા મળે છે પણ તે મીડિયાને ઉલ્લુ બનાવવા માટે માસ્ક કે પછી હુડીનો સહારો લેવાનું પસંદ કરે છે. જોકે આ વાત કેટલી સાચી છે એ આવનારો સમય જ જણાવશે. 

સલમાન ખાન અને કેટરિના કૈફ એક  સમયે એકબીજાની ઘણી નજીક હતા પરંતુ પછીથી બન્નેના માર્ગ બદલાઇ ગયા હતા. કેટરિના રણબીર કપૂર સાથે છ વરસ સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહી હતી પણ પછી કેટરિના અને રણબીર છૂટા પડી ગયા. હાલમાં કેટરિના અને સલમાન બહુ સારા મિત્રો છે પણ સલમાનના જીવનમાં પ્રેમિકાનું સ્થાન યુલિયાએ લઈ લીધું છે. આ સંજોગોમાં હવે કેટરિનાએ વિક્કી કૌશલ પર નજર ઠેરવી હોય એમ લાગે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news