પીએમ નરેન્દ્ર મોદીઃ પહેલા કરતા દમદાર છે વિવેક ઓબેરોયની ફિલ્મનું નવુ ટ્રેલર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક, પીએમ નરેન્દ્ર મોદીનું નવુ ટ્રેલર મંગળવારે રિલીઝ થઈ ગયું છે. બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મના આ નવુ ટ્રેલર પ્રથમ ટ્રેલરથી વધુ પ્રભાવી છે. 

પીએમ નરેન્દ્ર મોદીઃ પહેલા કરતા દમદાર છે વિવેક ઓબેરોયની ફિલ્મનું નવુ ટ્રેલર

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મનું બીજી ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી'ના આ નવા ટ્રેલરમાં પીએમને ગુજરાતના મુખ્યપ્રધાન રહેતા કરેલા કામને દેખાડવામાં આવી રહ્યાં છે. કેમ પીએમ આરએસએસમાં જોડાયા અને પછી તે દેશ સેવા માટે રાજનીતિમાં આવ્યા અને ગુજરાતના સીએમ પદે રહેતા શાનદાર કામ કર્યું. મહત્વનું છે કે ઘણા વિવાદો બાદ ફિલ્મને 24 મેએ રિલીઝ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં પીએમ મોદીના રોલમાં વિવેક ઓબેરોય જોવા મળશે. 

ફિલ્મના ટ્રેલરને આજે ડાયરેક્ટર ઓમંગ કુમાર અને પ્રોડ્યૂસર સંદીપ કુમારે પોતાના ટ્વીટર પર શેર કર્યું છે. આ સાતે યૂટયૂબ પર ફિલ્મના ટ્રેલરને 5 લાખ કરતા વધુ લોકો જોઈ ચુક્યા છે. 

— Omung Kumar B (@OmungKumar) May 21, 2019

શુક્રવારે રિલીઝ થવા જઈ રહેલી વિકેટ ઓબેરોયની આ ફિલ્મનું સોમવારે એક પોસ્ટર પણ લોન્ચ કરવામાં આવ્યું જેમાં પીએમ મોદી શંખનાદ કરતા જોવા મળી રહ્યાં છે. 

— Vivek Anand Oberoi (@vivekoberoi) May 20, 2019

મહત્વનું છે કે આ ફિલ્મમાં વિવેક ઓબેરોયે પીએમ નદેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી છે. તો અમિત શાહની ભૂમિકામાં અભિનેતા મનોજ જોશી જોવા મળશે. આ સાથે દર્શન કુમાર, બોમન ઈરાની, પ્રશાંત નારાયણન, ઝરીના વહાબ, બરખા બિષ્ટ સેનગુપ્તા, અંજન શ્રીવાસ્તક, યતીન કાર્યેકર, રાજેન્દ્ર ગુપ્તા અને અક્ષત આર સલૂજા મુખ્ય ભૂમિકામાં છે. સુરેશ ઓબેરાય, આનંદ પંડિત અને આચાર્ય મનીષ પણ ફિલ્મ નિર્માતાઓમાં છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news