VIDEO: રણવીર સિંહે લોન્ચ કર્યું '83' નું FIRST મોશન પોસ્ટર, આ હસ્તીઓ પણ જોવા મળી!

ગત વર્ષે જ્યારથી ડાયરેક્ટર કબીર ખાન (Kabir Khan) એ રણવીર સિંહ (Ranveer Singh) સાથે પોતાની આગામી ફિલ્મ '83'ની જાહેરાત કરી ત્યારથી સતત આ ફિલ્મ ચર્ચામાં છે. ગત થોડા દિવસોથી તેની સ્ટાર કાસ્ટનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવી રહ્યા હતા. તો બીજી તરફ હવે દર્શકોની આતુરતા ખતમ કરતાં તેનો ફાઇનલ મોશન પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.

VIDEO: રણવીર સિંહે લોન્ચ કર્યું '83' નું FIRST મોશન પોસ્ટર, આ હસ્તીઓ પણ જોવા મળી!

નવી દિલ્હી: ગત વર્ષે જ્યારથી ડાયરેક્ટર કબીર ખાન (Kabir Khan) એ રણવીર સિંહ (Ranveer Singh) સાથે પોતાની આગામી ફિલ્મ '83'ની જાહેરાત કરી ત્યારથી સતત આ ફિલ્મ ચર્ચામાં છે. ગત થોડા દિવસોથી તેની સ્ટાર કાસ્ટનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવી રહ્યા હતા. તો બીજી તરફ હવે દર્શકોની આતુરતા ખતમ કરતાં તેનો ફાઇનલ મોશન પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ મોશન પોસ્ટરમાં સંપૂર્ણ સ્ટાર કાસ્ટ સાથે રણવીર સિંહ (Ranveer Singh) પણ કપિલ દેવના પાત્રમાં જોવા મળી રહ્યા છે.

આ ફિલ્મનું આ મોશન પોસ્ટર ચેન્નઇમાં રણવીર સિંહે રિલીઝ કર્યું જ્યાં ફેન્સ સાથે જ ફિલ્મના કેન્દ્ર કપિલ દેવ (Kapil Dev) અને સાઉથના સુપરસ્ટાર કમલ હસન (Kamal Haasan) પણ ઉપલબ્ધ રહ્યા. આ મોશન પોસ્ટરમાં તમામ પાત્રોને નજીકથી જોવાની તક મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટરની જોરદાર પ્રશંસા થઇ રહી છે. જુઓ ફિલ્મનું મોશન પોસ્ટર...

A post shared by Ranveer Singh (@ranveersingh) on

આ લોન્ચની તસવીરો અને વીડિયોઝ પણ હવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. કારણ કે આ પોસ્ટર સાથે-સાથે કેટલીક એવી યાદગાર તસવીરો પણ જોવા મળી રહી છે જે લોકોને ભારતની ઐતિહાસિક જીતની યાદોને તાજા કરી રહી છે. ગણતંત્ર દિવસના એક દિવસ પહેલાં રિલીઝ કરવામાં આવેલા પોસ્ટરમાં આખી ટીમ એક્શનમાં જોવા મળી રહી છે અને બેકગ્રાઉન્ડમાં તિરંગો જોવા મળી રહ્યો છે. 

A post shared by Ranveer Singh (@ranveersingh) on

ફિલ્મની લાંબી પહોળી સ્ટાર કાસ્ટની વાત કરીએ તો અહીં રણવીર સિંહ ઇન્ડીયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવની ભૂમિકામાં છે. આ ઉપરાંત સુનીલ ગાવસ્કારના રોલમાં તાહિર રાજ ભસીન, શ્રીકાંતના રોલમાં જીવા, મોહિંદર અમરનાથના રોલમાં સાકિબ સલીમ, યશપાલ શર્માના રોલમાં જતિન સરના, સંદીપ પાટિલના રોલમાં ચિરાગ પાટીલ, કીર્તિ આઝાદના રોલમાં દિનકર શર્મા, રોજર બિન્નીના રોલમાં નિશાંત દહિયા, મદન લાલના રોલમાં હાર્ડી સંધૂ, સૈયદ કિરમાણીના રોલમાં સાહિલ ખટ્ટર, બલવિંદર સિંહ સંધૂના રોલમાં એમી વિર્ક, દિલીપ વેંગસકરના રોલમાં આદિનાથ કોઠારે, રવિ શાસ્ત્રીના રોલમાં ધાયરા કરવા, સુનીલ વાલ્સનના રોલમાં આર બદ્રી અને પીઆર માન સિંહના પાત્રમાં પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકાઓમાં છે. 

ખાસવાત એ છે કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ કપિલ દેવની કપિલ દેવની પત્ની રોમી દેવના પાત્રમાં જોવા મળશે. લગ્ન બાદ આ પહેલો મોકો હશે જ્યારે દીપિકા અને રણવીર એકસાથે ફિલ્મમાં કામ કરી રહ્યા છે. આ ફિલ્મ હિંદી ઉપરાંત તમિલ અને તેલૂગૂમાં રિલીઝ થશે. આ ફિલ્મ 10 એપ્રિલના 2020માં રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news