Kiara Advani-Sidharth Malhotra: લગ્નમાં 'અંબાણી' પરિવાર તરફથી કિયારા-સિદ્ધાર્થને મળી અનોખી ભેટ, જાણો શું છે આ ખાસ ભેટ?

Kiara-Sidharth Wedding: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાને તેમના લગ્નમાં ઘણી ભેટ મળી હશે. પરંતુ આ કપલને અંબાણી પરિવાર તરફથી એક ખાસ ભેટ મળી છે, જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

Kiara Advani-Sidharth Malhotra: લગ્નમાં 'અંબાણી' પરિવાર તરફથી કિયારા-સિદ્ધાર્થને મળી અનોખી ભેટ, જાણો શું છે આ ખાસ ભેટ?

Kiara Advani and Sidharth Malhotra: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 ફેબ્રુઆરીએ જેસલમેરમાં લગ્ન કર્યાં. હવે દિલ્હીમાં પરિવાર સાથે રિસેપ્શન પાર્ટી કર્યા બાદ આ કપલ મુંબઈમાં બોલિવૂડ સ્ટાઈલની ભવ્ય પાર્ટી આપવા જઈ રહ્યું છે. આ દરમિયાન, લગ્નમાં સિદ્ધાર્થ-કિયારાને મળેલી ગિફ્ટ્સ પર ચર્ચા શરૂ થઈ છે, તાજેતરમાં જ અંબાણી પરિવારે કિયારા અને સિદ્ધાર્થને ખૂબ જ ખાસ ભેટ આપી હોવાનું જાણવા મળ્યુ છે, જેની ચર્ચા સોશિયલ મીડિયા પર ચારેબાજુ થઈ રહી છે.

અંબાણી પરિવારની ભેટ છે સૌથી સ્પેશિયલ
રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં અંબાણી પરિવાર વતી કપલને રિલાયન્સ ટ્રેન્ડ ફૂટવેર કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ-કિયારાના લગ્નની આ ખાસ ભેટની ચર્ચાઓ પછી, રિલાયન્સ રિટેલ લિમિટેડના ફેશન અને લાઇફસ્ટાઇલના પ્રેસિડેન્ટ અને સીઇઓ અખિલેશ પ્રસાદે કહ્યું, 'કિયારા અને સિદ્ધાર્થ બોલિવૂડના સૌથી લોકપ્રિય અને ટેલેન્ટેડ સ્ટાર્સ છે.' અખિલેશ પ્રસાદે કહ્યું, 'કિયારા અને સિદ્ધાર્થની આજે ઘણી લોકપ્રિયતા છે, આવી સ્થિતિમાં તેમને અમારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાથી યુથ સાથેના અમારા સંબંધો મજબૂત થશે.'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KIARA (@kiaraaliaadvani)

મુંબઈ રિસેપ્શનમાં જોવા મળશે આખો અંબાણી પરિવાર!
તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી એક્ટ્રેસ કિયારાની ખૂબ સારી મિત્ર છે. ઈશાએ જેસલમેરમાં કિયારા-સિદ્ધાર્થના લગ્નમાં પણ હાજરી આપી હતી. હવે એવું માનવામાં આવે છે કે સિદ્ધાર્થ-કિયારાની મુંબઈ રિસેપ્શન પાર્ટીમાં આખો અંબાણી પરિવાર હાજરી આપી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news