કલંક Kalank Review: ફક્ત 5 પોઇન્ટમાં જાણો- કેમ જોવી જોઇએ ફિલ્મ

કલંક મૂવી રિવ્યુ: નિર્દેશક અભિષેક વર્મનની મોસ્ટ અવેટેડ મલ્ટીસ્ટારર ફિલ્મ 'કલંક' આજે (17 એપ્રિલ) સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા, જે આજે ખતમ થવાની છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી 'કલંક' એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ શું મેજીક કરશે એ તો સમય જ બતાવશે, પરંતુ આજે અમે તમને આ ફિલ્મ જોવા માટેના 5 કારણો જણાવી રહ્યા છીએ. 

કલંક Kalank Review: ફક્ત 5 પોઇન્ટમાં જાણો- કેમ જોવી જોઇએ ફિલ્મ

નવી દિલ્હી: નિર્દેશક અભિષેક વર્મનની મોસ્ટ અવેટેડ મલ્ટીસ્ટારર ફિલ્મ 'કલંક' આજે (17 એપ્રિલ) સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા, જે આજે ખતમ થવાની છે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી 'કલંક' એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ શું મેજીક કરશે એ તો સમય જ બતાવશે, પરંતુ આજે અમે તમને આ ફિલ્મ જોવા માટેના 5 કારણો જણાવી રહ્યા છીએ.

 

1. મલ્ટીસ્ટારર ફિલ્મ
ફિલ્મ 'કલંક' એક મોટા બજેટ સાથે-સાથે મલ્ટીસ્ટારર ફિલ્મ છે. આ ફિલ્મમાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા સંજય દત્ત, વરૂણ ધવન, આદિત્ય રોય કપૂર, માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ અને સોનાક્ષી સિન્હા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એટલા માટે દર્શકો માટે આ ફિલ્મ ખૂબ મજેદાર કોઇ શકે છે.

2. સંજય દત્ત અને માધુરી દીક્ષિતની જોડી
ફિલ્મમાં લાંબા સમય બાદ બોલીવુડની સુપરહિટ જોડી સંજય દત્ત અને માધુરી દીક્ષિત સાથે જોવા મળશે. તો બીજી તરફનો ડાન્સિંગ ક્વીનવાળો અંદાજ પણ લાંબા સમય બાદ સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે.

 

3. વરૂણ આલિયાની હિટ જોડી
બોલીવુડમાં ઘણી હિટ ફિલ્મ આપ્યા બાદ વરૂણ ધવન અને આલિયા ભટ્ટને જોડી ફરી એકવાર 'કલંક'માં જોવા મળશે. જ્યારે પણ આ જોડી મોટા પડદા પર જોવા મળી છે, ત્યાર તેમને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો. તેમાં કોઇ શંકા નથી કે આ જોડી હંમેશા જ પોતાના પાત્રોની સાથે ન્યાય આપતાં જોવા મળશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે 'કલંક'માં આ જોડી શું કમાલ બતાવે છે.

4. પીરિયડ ડ્રામા ફિલ્મ
'કલંક' એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે અને તે પ્રકારની ફિલ્મો બોક્સ ઓફિસ પર ખૂબ ચાલે છે. દીપિકા પાદુકોણની 'પદ્માવત', અક્ષય કુમારની 'કેસરી' અને કંગના રણાવતની 'મર્ણિકર્ણિકા' જેવી પીરિયડ ડ્રામા ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ખૂબ સારો બિઝનેસ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. એટલા માટે આ ફિલ્મો બાદ 'કલંક'ને જોવી કોઇ એક્સાઇટમેંટથી ઓછું નથી. 

5. મ્યૂઝિક અને ડાન્સ
'કલંક' ગીત તો પહેલાં જ સુપરહિટ સાબિત થઇ ચૂક્યા છે. 'ફર્સ્ટ ક્લાસ' ગીત તો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે, કારણ કે આ ગીતમાં વરૂણ દ્વારા કરવામાં આવેલો ડાન્સ લોકોને ખૂબ ગમ્યો છે. તમને જણાવી દઇએ કે આલિયા ભટ્ટ ફિલ્મ 'કલંક'ના એક ક્લાસિકલ ગીત પર માધુરી દીક્ષિતને ટક્કર આપવા માટે 1 વર્ષ સુધી કથ્થક ડાન્સ ફોર્મની ટ્રેનિંગ લીધી છે. 

આલિયાના એક નિર્ણયે બદલી વરૂણની જીંદગી: જુઓ, કલંકનું ટ્રેલર 
આલિયા ભટ્ટ અને વરૂણ ધવનની ફિલ્મ 'કલંક'નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્યું છે. આ પહેલાં ફિલ્મના ત્રણ ગીત અને ટીઝર સામે આવતાં જ ટોપ ટ્રેંડિંગમાં સ્થાન બનાવી લીધું છે. પરંતુ આ ટ્રેલર એટલું દમદાર છે જેને જોઇને લાગી રહ્યું છે કે પોપ્યુરિલિટીના મામલે બધા રેકોર્ડ તોડવાનું છે. આલિયા ભટ્ટ અને વરૂણ ધવનના પ્રેમ વચ્ચે ધર્મ અને સામાજિક બંધનોવાળી આ કહાણીવાળા આ ટ્રેલરને જોઇને તમારા રૂવાટા ઉભા થઇ જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news