The Accidental Prime Minister: કોલકાતામાં કોંગ્રેસ ફાડ્યો પરદો, કરાવ્યું ફિલ્મનું પ્રદર્શન બંધ

કોલકાતામાં ફિલ્મ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ની સામે યુવા કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના કારણે શનિવારે એક પરદાવાળા બે થિયેટરો અને એક મલ્ટીપ્લેક્સ ચેનના એક પ્રદર્શનમાં આ ફિલ્મનું સ્ક્રિનિંગ રોકવામાં આવ્યું છે.

The Accidental Prime Minister: કોલકાતામાં કોંગ્રેસ ફાડ્યો પરદો, કરાવ્યું ફિલ્મનું પ્રદર્શન બંધ

કોલકાતા: કોલકાતામાં ફિલ્મ ‘ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ની સામે યુવા કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના કારણે શનિવારે એક પરદાવાળા બે થિયેટરો અને એક મલ્ટીપ્લેક્સ ચેનના એક પ્રદર્શનમાં આ ફિલ્મનું સ્ક્રિનિંગ રોકવામાં આવ્યું છે. એક પરદાવાળી નવીના સિનેમાના માલિક નવીન ચૌખાનીએ કહ્યું કે, પાર્ક સર્કસના એક મોલમાં મલ્ટીપ્લેક્સ ચેનના (એક ઓડિટોરિયમના) પરદાને ફાડી દેવામાં આવ્યા બાદ અપ્રિય ઘટનાની આશંકાથી અમે આ ફિલ્મની રિલીઝના બીજા દિવસે આજથી આ ફિલ્મ દેખાડવાનું બંધ કરી દીધુ છે.

ચૌખાનીએ કહ્યું કે આ ફિલ્મનું પ્રદર્શન બંધ કરવામાં આવ્યું છે. આમ તો પહેલા દિવસે બે વાગ્યાનો શો શાંતિપૂર્ણ રીતે પસાર થઇ ગયો હતો. પરંતુ બીજા એક પરદાવાળા અશોક સિનેમામાં આ ફિલ્મનું સ્ક્રિનિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. અશોક સિનેમાના પ્રવક્તાએ કહ્યું કે કોઇ સમૂહના પ્રદર્શનને ધ્યાનમાં રાખી આજે અમે ધ એક્સીડેન્ટલ પ્રાઇમિનિસ્ટરના મેટનીએ શોને સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.

આ ફિલ્મ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના મીડિયા સલાહકાર સંજય બારૂની પુસ્તક ધ એક્સીડેન્ટલ પ્રાઇમમિનિસ્ટર પર આધારિત છે. શુક્રવારે યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગણેશ ચંદ્ર એવન્યૂના એક મલ્ટીપ્લેક્સ ચેનના ઓડિટોરિયમ બહાર પ્રદર્શન કર્યું હતું અને પોસ્ટર ફાડી દીધુ હતું. યુવા કોંગ્રેસના અન્ય એક સમૂહે સાંજના શો દરમિયાન પાર્ક સર્કસમાં તે મલ્ટીપ્લેક્સ ચેનના એખ ઓડિટોરિયમમાં ઘૂસી ગયા હતા અને તેમને પરદો ફાડી નાખ્યો હતો.

— Anupam Kher (@AnupamPKher) January 11, 2019

મલ્ટીપ્લેક્સ ચેનના પ્રવક્તાએ કહ્યું કે માત્ર ગણેશ ચંદ્ર એવન્યુના હિંદીમાં જ શનિવારે આ ફિલ્મનો શો રદ કર્યો હતો ના કે શહેર અથવા ઉપનગર વિસ્તારના કોઇપણ અન્ય ઓડિટોરિયમમાં છે. તેમણે કહ્યું કે કાલે (પાર્ક સર્કસના મોલમાં) ક્વેસ્ટમાં રાત્ર લગભગ 8 વાગે અડચણ આવી હતી. પરંતુ પ્રશાસનની મદદથી સ્થિતિ હવે નિયંત્રણમાં છે. નિર્ધારિત સમયાનુસાર શો ચારી રહ્યાં છે. તેમણે કહ્યું કે પાર્ક સર્કસ ઓડિટોરિયમમાં આ ફિલ્મનું સ્ક્રિનિંગ નિર્ધારિત સમયાનુસાર શનિવારે થશે.

આમ તો પશ્ચિમ બંગાળ કોંગ્રેસના યુવા કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રદર્શનનો અસ્વીકાર કર્યો છે અને કહ્યું કે પાર્ટી અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ક્યારે વિરોધ કરશે નહીં.
(ઇનપુટ: ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news