Zara Hatke Zara Bachke: રિલીઝના 11 મહિના પછી ઓટીટી પર જોવા મળશે વિક્કી-સારાની ફિલ્મ, અહીં થઈ રહી છે રિલીઝ

Zara Hatke Zara Bachke: બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન અને વિક્કી કૌશલની ફિલ્મ ઝરા હટ કે ઝરા બચકે થિયેટર રિલીઝના લાંબા સમય પછી ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં પહેલીવાર સારા અલી ખાન અને વિક્કી કૌશલે સાથે કામ કર્યું હતું. 

Zara Hatke Zara Bachke: રિલીઝના 11 મહિના પછી ઓટીટી પર જોવા મળશે વિક્કી-સારાની ફિલ્મ, અહીં થઈ રહી છે રિલીઝ

Zara Hatke Zara Bachke: બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન અને વિક્કી કૌશલની ફિલ્મ ઝરા હટ કે ઝરા બચકે થિયેટર રિલીઝના લાંબા સમય પછી ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં પહેલીવાર સારા અલી ખાન અને વિક્કી કૌશલે સાથે કામ કર્યું હતું. આ બંનેની જોડી તો લોકોને પસંદ પડી પરંતુ ફિલ્મને જોઈએ તેવો રિસ્પોન્સ મળ્યો નહીં. 

વર્ષ 2023 માં આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થઈ તેને પણ 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ થિયેટર રિલીઝના 11 મહિના પછી ઓટીટી પર જોવા મળશે. 

લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બનેલી વિક્કી કૌશલ અને સારા અલી ખાનની આ ફિલ્મ કપિલ દુબે અને સૌમ્યાની સ્ટોરી છે. બંને લવ મેરેજ કરે છે અને સુખી લગ્નજીવન જીવે છે. પરંતુ લગ્ન પછી તેના મામા અને તેમનો પરિવાર તેમના ઘરે રહેવા આવી જતા તેમને પ્રાઈવેટ સ્પેસ મળતી નથી. અને પછી શરુ થાય છે ફિલ્મની રિયલ સ્ટોરી

આ ફિલ્મ જેમણે થિયેટરમાં જોઈ નથી તેઓ હવે ઘર બેઠા ઓટીટી પ્લેટફોર્મ જિયો સિનેમાં પર તેને જોઈ શકે છે. આ ફિલ્મ 17 મે થી સ્ટ્રીમ કરવામાં આવશે. 

વિક્કી કૌશલ અને સારા અલી ખાન સ્ટારર આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન પણ સારું રહ્યું હતું. આ ફિલ્મે 40 દિવસમાં 87.77 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news