ZEE5નું કન્ટેન્ટ હવે 5 અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ

ડિજિટલ પ્લેટફોર્મમાં ધાક જમાવતા ZEE5માં હવે કુલ 17 ભાષામાં કન્ટેન્ટ ઉપલબ્ધ થઈ રહ્યું છે. જેમાં 5 આંતરરાષ્ટ્રીય ભાષાનો પણ ઉમેરો થયો. આ પાંચ આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં મલય, થાઈ, બહાસા, જર્મન અને રશિયન ભાષાનો સમાવેશ થાય છે. આ તો શરૂઆત છે... હજુ વધુ ભાષાઓ ઉમેરાતી જશે અને દર્શકોને મળશે એન્ટરટેઈનમેન્ટ અનલિમિટેડ. ZEE5ના એવા પ્રયત્નો છે કે તેના ગ્રાહકોને તેમની પસંદગીનું કન્ટેન્ટ ગમે ત્યાં ઉપલબ્ધ થઈ શકે. આ ઉપરાંત પહેલવહેલું એવું OTT પ્લેટફોર્મ બન્યું છે જે ભારતીય કન્ટેન્ટને આ રીતે ગ્લોબલ ઓડિયન્સીસ માટે કસ્ટમાઈઝ કરી રહ્યું છે. 

ZEE5નું કન્ટેન્ટ હવે 5 અન્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ

બાલી: ડિજિટલ પ્લેટફોર્મમાં ધાક જમાવતા ZEE5માં હવે કુલ 17 ભાષામાં કન્ટેન્ટ ઉપલબ્ધ થઈ રહ્યું છે. જેમાં 5 આંતરરાષ્ટ્રીય ભાષાનો પણ ઉમેરો થયો. આ પાંચ આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં મલય, થાઈ, બહાસા, જર્મન અને રશિયન ભાષાનો સમાવેશ થાય છે. આ તો શરૂઆત છે... હજુ વધુ ભાષાઓ ઉમેરાતી જશે અને દર્શકોને મળશે એન્ટરટેઈનમેન્ટ અનલિમિટેડ. ZEE5ના એવા પ્રયત્નો છે કે તેના ગ્રાહકોને તેમની પસંદગીનું કન્ટેન્ટ ગમે ત્યાં ઉપલબ્ધ થઈ શકે. આ ઉપરાંત પહેલવહેલું એવું OTT પ્લેટફોર્મ બન્યું છે જે ભારતીય કન્ટેન્ટને આ રીતે ગ્લોબલ ઓડિયન્સીસ માટે કસ્ટમાઈઝ કરી રહ્યું છે. 

ઝી ઈન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઈઝ લિમિટેડ આજે પહેલ વહેલી એવી ભારતીય કન્ટેન્ટ કંપની બની છે કે જેણે આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રવેશ કર્યો છે. આજે તેના ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ પ્લેટફોર્મ ZEE5એ આ ક્ષેત્રે હરણફાળ ભરતા પહેલવહેલું OTT પ્લેટફોર્મ બનવાનું ગૌરવ મેળવ્યું છે જેણે ભારતીય કન્ટેન્ટ કસ્ટમાઈઝ કરીને અન્ય ભાષાઓમાં રજુ કર્યું. 

માત્ર ભારતમાં નહીં પરંતુ વિદેશમાં, દક્ષિણ એશિયાના વિસ્તારોમાં પણ બોલિવૂડ અને ભારતીય ટીવી શોની લોકપ્રિયતા છે. ZEE5 ગ્લોબલે આજે જાહેરાત કરી કે તેઓ તેમના કન્ટેન્ટને હવે 17 ભાષાઓમાં  કે જેમાં 5 આંતરરાષ્ટ્રીય ભાષાઓ મલય, થાઈ, બહાસા, જર્મન અને રશિયન સામેલ છે, તેમાં ઉપલબ્ધ કરાવવા જઈ રહ્યાં છે. હજુ બીજી અનેક ભાષાઓ તેમાં ઉમેરાશે પણ ખરા. જેથી કરીને અન્ય ભાષાઓમાં પણ ભારતીય કન્ટેન્ટનો આનંદ ઉઠાવી શકાય. 

ZEE5 ગ્લોબલના ચીફ બિઝનેસ ઓફિસર અર્ચના આનંદે આ જાહેરાત બાલી ખાતે એશિયા પેસિફિક વીડિયો ઓપરેટર્સ સમિટમાં કરી. ઝી ઈન્ટરનેશનલ એન્ડ ZEE5 ગ્લોબલના સીઈઓ અમિત ગોયંકાએ આ જાહેરાત વિશે કહ્યું કે, આ પગલાંથી ઝી5ની ખરા અર્થમાં ગ્લોબલ પ્લેયર બનવાની વાતને વેગ મળે છે. આ સાથે અમે કન્ટેન્ટ કેટલોગને મજબુત અને તેનું વિસ્તરણ તો કરીશું જ પરંતુ સાથે સાથે તેમાં વધુ ભાષાઓને પણ ઉમેરીશું. 

અર્ચના આનંદે આ ઉપરાંત ZEE5ના કેમ્પેઈન ‘Extreme Emotion’ અંગે વાત કરતા કહ્યું કે તે લાઈફમાં વધુ પેશન, વધુ ડ્રામા અને એક્શનવાળુ ભારતીય એન્ટરટેઈન્ટમેન્ટ કન્ટેન્ટ લાવે છે જેને વિશ્વભરમાં પસંદ કરાય છે.  ભારત ખુબ જ વાઈબ્રન્ટ અને કલરફુલ છે. અહીં દરેક લાગણીને ભરપૂર રીતે જીવવામાં અને વ્યક્ત કરવામાં આવે છે અને અમારી ફિલ્મો તથા વાર્તાઓ આ વાઈબ્રન્સીને દર્શાવે છે. સારામાં સારી ફિલ્મો અને વાર્તાઓને ઝી5ના પ્લેટફોર્મ પર રજુ કરાય છે. એક સ્ટોરી ટેલર તરીકે સારી વાર્તાઓ કહેવી અને અમારા ઓડિયન્સ સાથે શેર કરવી એ અમારી ફરજ છે. જેને તેઓ તેમની ભાષામાં માણી શકે. હવે અમારું કન્ટેન્ટ થાઈ, બહાસા, મલય, રશિયન અને જર્મન ભાષામાં પણ ઉપબલ્ધ છે. 

અત્રે જણાવવાનું કે ZEE5 એ ઝી મીડિયા એન્ટરપ્રાઈઝીઝ લિમિટેડ (ZEEL)ની ડિજિટલ એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ટિનેશન છે. આ ડિજિટલ પ્લેટફોર્મને ઓક્ટોબર 2018માં 190થી વધુ દેશોમાં અને 12 ભાષાઓમાં લોન્ચ કરાયું હતું. જેમાં હિન્દી, અંગ્રેજી, બંગાળી, મલિયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ, મરાઠી, ઓડિયા, ભોજપુરી, ગુજરાતી તથા પંજાબી ભાષાઓમાં કન્ટેન્ટ રજુ કરાય છે. આ ડિજિટલ પ્લેટફોર્મ પર ઓરિજિનલ મૂવીઝ, ટીવી શો, મ્યુઝીક સીનેપ્લેઝ, લાઈવ ટીવી, અને સ્વાસ્થ્ય તથા લાઈફસ્ટાઈલ કન્ટેન્ટ રજુ  કરાય છે. ગ્રાહકોને એક જ પ્લેટફોર્મ પર તમામ પ્રકારની વેરાઈટીવાળુ કન્ટેન્ટ ઉપબલ્ધ બને છે. આ ઉપરાંત ઝી 5 16 નેવિગેશનલ લેન્ગ્વેજીસ, કન્ટેન્ટ ડાઉનલોડ ઓપ્શન, સીમલેસ વીડિયો પ્લેબેક અને વોઈસ સર્ચ જેવા જબરદસ્ત ફીચર્સ પણ ઉપલબ્ધ કરાવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news